માજી સરપંચના ઘરે મળી આવી ગન ફેક્ટ્રી, બંદૂક બનાવવા માટે લગાવાઈ હતી મશીનો

બિહારના પૂર્ણિયામાં પોલીસે એક એવી રેડ મારી કે તે પોતે હેરાન રહી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જાનકી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચકમકા ગામમાં પોલીસે એક મિની ગન ફેક્ટ્રીનો પર્દાફાસ કર્યો છે. હેરાનીની વાત એ છે કે અહીથી હથિયાર બનાવવા માટે ઘણી અત્યાધુનિક મશીનો અને પિસ્તોલના બેરલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પૂર્ણિયા પોલીસ અને મુંગેર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ચકમકા બજારમાં માજી સરપંચના પતિ મિથિલેશ યાદવના ઘરમાં ચાલી રહેલી આ મિનિ ગન ફેક્ટ્રીનો ખુલાસો કર્યો છે.
આ અંગે પૂર્ણિયાના SP આમિર જાવેદે જણાવ્યું કે, મુંગેર પોલીસે એક હથિયાર તસ્કરની ધરપકડ કરી હતી. તેની પાસેથી કેટલાક હથિયાર પણ જપ્ત થયા હતા. ત્યારબાદ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પૂર્ણિયાના જાનકી નગર પોલીસ સ્ટેશનના ચકમકા ગામમાં આ હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મુંગેર પોલીસે SP સાથે સંપર્ક કર્યો. પછી પૂર્ણિયાના SP આમિર જાવેદે બનમનખી SDOP હુલાસ કુમાર અને જાનકી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમપ્રકાશના નેતૃત્વમાં છાપેમારી કરવા ટીમની રચના કરી.
શુક્રવારે સવારે 03:00 વાગ્યે પોલીસ ટીમે ચકમકા બજારમાં મિથિલેશ યાદવના ઘરને ચારેય તરફ ઘેરી લીધું અને જ્યારે એ ઘરની તપાસ કરવામાં આવી તો પોલીસ પણ થોડી ક્ષણ હેરાન રહી ગઈ હતી. માજી સરપંચના નવા ઘરમાં પિસ્તોલ અને અન્ય હથિયારો બનાવવા માટે ખૂબ અત્યાધુનિક મશીનો લગાવવામાં આવી હતી. પોલીસને ત્યાંથી પિસ્તોલના કેટલાક બેરલ પણ જપ્ત થયા છે. ત્યારબાદ પોલીસ દ્વારા એક ટ્રેક્ટરમાં બધી મશીનો લોડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.
તો જાનકી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમ પ્રકાશે જણાવ્યું કે, આ અંગે મિથિલેશ યાદવના ભાઈ જીતુ કુમાર સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂર્ણિયાના બડહરા કોઠી પોલીસ સ્ટેશન કેલૂટોનમાં પણ 3 વર્ષ અગાઉ મિનિ ગન ફેક્ટ્રી પકડાઈ હતી. એ સિવાય ધમદાહા પોલીસ સ્ટેશનના કુકરનમાં 1 વર્ષ અગાઉ મિનિ ગન ફેક્ટ્રીનો ખુલાસો થયો હતો. એવામાં તો અહી લાગે છે કે પૂર્ણિયા હવે હથિયાર બનાવવાના મામલે મુંગેર બનતું જઈ રહ્યું છે. પોલીસ પ્રશાસન આ મામલે સખત કાર્યવાહી કરે તે જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp