રોડની ખરાબ હાલત માટે મંત્રીએ માગી માફી, ધોયા એક વ્યક્તિના પગ

PC: freepressjournal.in

મધ્યપ્રદેશના મંત્રી પ્રદ્યુમન સિંહે ગ્વાલિયરમાં રોડની ખરાબ હાલત માટે માફી માંગી. એટલું જ નહીં તેમણે એક વ્યક્તિના પગ પણ ધોયા. મંત્રીના આ કામને લઈને લોકોએ તેમની સાદગીના વખાણ કર્યા અને તેમને સીધાસાદા અને સરળ ગણાવ્યા.

મંત્રી પ્રદ્યુમન સિંહે કહ્યું કે, 'મેં રસ્તાની ખરાબ હાલત માટે લોકોની માફી માંગી હતી અને ગટર લાઇનના કામ માટે ખોદવામાં આવેલા રસ્તાને રિપેર કરવાનું વચન આપ્યું હતું.' અહીં તમને બતાવી દઈએ કે, માધ્ય પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા નું ઇલેકશન થવાનું છે. જેમાં ઘણા મંત્રીઓની વિશ્વસનીયતા દાવ પર લાગી છે.

આ સમયે, ઉર્જા પ્રધાન પ્રદ્યુમન સિંહ તોમર સવારે તેમની વિધાનસભામાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળે છે. એ જ રીતે, સોમવારે પણ તે ગ્વાલિયરમાં મેન્ટલ હોસ્પિટલ પાસે રસ્તાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, લોકોએ તેમને ફરિયાદ કરી હતી કે, આ વિસ્તારના રસ્તાઓ ખોદેલા અને માટીથી ભરેલા છે. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવક તેની પાસે પહોંચ્યો, તેના પગ સંપૂર્ણપણે માટીથી ખરડાયેલા હતા. યુવકને જોઈને ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે હાથ જોડીને માફી માંગી અને કહ્યું કે 'હું તમારા કારણે છું, તેથી તમારી સમસ્યા મારી સમસ્યા છે. હું આ સમસ્યાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, તેથી લોકોની જે સામાન્ય સમસ્યા છે, જેવી કે, વીજળી, પાણી અને રસ્તા પર સૌથી વધુ નજર રાખવામાં આવી રહી છે. રોડની ખરાબ હાલત માટે હું તમારા બધાની માફી માંગુ છું. સાથે જ હું વચન આપું છું કે ગટર લાઇનના કામ માટે ખોદી નાખવામાં આવેલો રોડ વહેલી તકે રીપેર કરવામાં આવશે.'

વાસ્તવમાં મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી અને સિંધિયાના સમર્થક પ્રદ્યુમન સિંહ તોમર રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિનો પગ કાદવમાં ગંદો થઈ ગયો, ત્યારબાદ તેણે જાતે જ પાણી મંગાવીને વ્યક્તિના પગ ધોયા. જ્યારે મંત્રીને આ અંગે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે આ તેમની ફરજ છે.

મંત્રીએ વ્યક્તિની સમસ્યા અંગે પણ પૂછપરછ કરી હતી અને અધિકારીઓને તાત્કાલિક રોડ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રીના વ્યક્તિના પગ ધોવા બદલ લોકોએ તેમની પ્રશંસા પણ કરી. લોકોએ કહ્યું કે મંત્રીની સાદગી છે કે તે આટલા સીધાસાદા અને સરળ છે.

આ પહેલીવાર નથી જ્યારે ઉર્જા મંત્રી સમાચારમાં આવ્યા હોય. આ પહેલા પણ તે સફાઈ માટે ગંદા નાળામાં કૂદી પડતા હતા અને ક્યારેક તે જાહેર શૌચાલયની સફાઈ કરતાં પણ જોવા મળે છે. આટલું જ નહીં, રસ્તાઓ બનાવવા માટે તેઓ પોતે ખુલ્લા પગે ફરવા નીકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp