26th January selfie contest

11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 8 વર્ષના બાળકના અપહરણ બાદ કરી હત્યા

PC: postsen.com

હરિયાણાના સોનીપતમાં 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાની જ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતા એક બાળકને કિડનેપ કર્યો અને પછી તેની હત્યા કરી દીધી. આરોપીની ઉંમર 16 વર્ષ છે. જ્યારે, જેની હત્યા થઈ તે બાળકની ઉંમર સાડા આઠ વર્ષ હતી. બંને પડોશી જ હતા. ઘટના સોનીપતના હાઈરાઇઝ અપાર્ટમેન્ટ TDI એસ્પાનિયામાં બની. બાળકની બોડી એ બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણીના ડ્રમમાં મળી. મૃતક વિદ્યાર્થીનું નામ અર્જિત ઉર્ફ હન્નૂ હતું. તેના પિતા અજીત ત્રિપાઠી સોનીપતમાં પેટીએમના એરિયા સેલ્સ મેનેજર છે. ઘરમાં છ લાખની ખંડણીનો લેટર પણ મળ્યો. તેમણે રાતોરાત 4 લાખ રૂપિયાની વ્યવસ્થા પણ કરી લીધી પરંતુ, વહેલી સવારે આશરે 4 વાગ્યે હન્નૂની લાશ મળી.

ઉત્તર પ્રદેશના વીરપુર-રતનપુરના નિવાસી અજીત ત્રિપાઠી પીટીએમમાં એરિયા સેલ્સ મેનેજર છે. તેઓ પહેલા લખનૌમાં રહેતા હતા. ત્યાંથી તેમનું ટ્રાન્સફર સોનીપત થઈ ગયું. તેઓ ગત વર્ષે ડિસેમ્બરમાં સોનીપત આવ્યા હતા. બાદમાં ફેબ્રુઆરીમાં ટીડીઆઈ એસ્પેનિયામાં ફ્લેટ લઇને રહેવા માંડ્યા અને પરિવારને પણ બોલાવી લીધો.

તેમણે જણાવ્યું કે, સોમવારે મોડી સાંજે તેમનો નવ વર્ષનો દીકરો અર્જિત રમવા માટે ગયો હતો. ત્યારબાદ તે ગૂમ થઈ ગયો. જ્યારે તે પાછો ના આવ્યો તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી. જાણકારી મળી કે તે પાડોશના જ કિશોર સાથે છેલ્લે જોવા મળ્યો હતો. દરમિયાન પરિવારને ઘરની અંદર બાળકને બચાવવા ખંડણી માંગતો લેટર મળ્યો. જેમા છ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. પરિવારજનોએ તેની સૂચના પોલીસને આપી. પોલીસે તપાસ શરૂ કરી તો સવારે બાળકનું શવ બેઝમેન્ટમાં પાણીના ડ્રમમાંથી મળી આવ્યું. પોલીસે શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે બાળકના માથામાં પાના વડે હુમલો કરી તેની હત્યા કરી દેવામાં આવી છે. બાળકના માથામાં ઈજાના એક ડઝન કરતા વધુ નિશાન મળ્યા છે. સાથે જ ગળા પર પણ નિશાન મળ્યા છે. મંગળવારે તપાસમાં પોલીસે બિલ્ડિંગના CCTV ફુટેજમાં હન્નુને છેલ્લીવાર આરોપી સાથે જોયો હતો. તેના પર પોલીસે શકના આધાર પર સગીરની પૂછપરછ માટે ધરપકડ કરી લીધી. આરોપીની કડકાઈપૂર્વક પૂછપરછ કરતા તેણે અપહરણ અને હત્યાની વાત માની લીધી. તેણે જણાવ્યું કે, સોમવારે જ તેણે હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે ઘરે આવીને ખાવાનું ખાધુ અને પછી ખંડણી માંગતી ચિઠ્ઠી લખી અને હન્નૂના ઘરમાં નાંખી દીધી.

આરોપીએ જણાવ્યું કે, તેના પિતા માનસિકરીતે બીમાર રહે છે. ઘરનો ખર્ચો ચલાવવો મુશ્કેલ થઈ ગયો હતો. પોકેટ મની પણ મળતી નહોતી આથી તેણે આ પગલું ઉઠાવ્યું. કિડનેપિંગ બાદ હાથ-પગ બાંધતી વખતે હન્નૂ રડવા માંડ્યો આથી તેની હત્યા કરવી પડી. આરોપીએ જણાવ્યું કે, તેને મર્ડરનો આઇડિયા CID સીરિયલ જોઈને આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp