કોણ છે મિર્ચી બાબા, જેના પર છે રેપનો આરોપ, હવે ભોપાલ જેલમાં કેદીઓએ કરી પિટાઇ

PC: twitter.com

મધ્ય પ્રદેશમાં ધર્મથી લઈને રાજનીતિ સુધી પોતાની ઘૂસણખોરી ધરાવનાર મહામંડળેશ્વર સ્વામી વૈરાગ્યાનંદ ગિરી ઉર્ફ મિર્ચી બાબા ફરી એક વખત ચર્ચામાં છે. મહિલા ભક્ત સાથે રેપના આરોપમાં સેન્ટ્રલ જેલમાં બંધ મિર્ચી બાબા પર અન્ય કેદીઓએ હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કરી દીધો છે. હુમલો 6 દિવસ અગાઉ કરવા આવ્યો હતો, પરંતુ મિર્ચી બાબાના વકીલનો આરોપ છે કે જેલ પ્રશાસને જાણીજોઇને આ ઘટનાને છુપાવી રાખી. વકીલે જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા ઘટનાની CCTV ફૂટેજ પ્રશાસન પાસે માગી છે. આ આરોપો બાદ ફરી એક વખત મિર્ચી બાબા ચર્ચામાં આવી ગયો છે.

વકીલ મુજબ, મિર્ચી બાબા ઉપર 23 મેના રોજ બીજા કેદીઓએ ટી.વી. ચેનલ બદલવાને લઈને વિવાદની આડમાં હુમલો કરી દીધો. તેમણે જણાવ્યું કે, હુમલાની જાણકારી તેને ત્યારે મળી, જ્યારે તે જેલમાં મિર્ચી બાબાને મળવા પહોંચ્યો. મિર્ચી બાબાના હાથ અને માથામાં ઇજા થઈ છે. મિર્ચી બાબાએ તેને જણાવ્યું કે, 3-4 કેદીઓએ ટી.વી. ચેનલ બદલવના કારણે બહેસ શરૂ કરી દીધી અને પછી હુમલો કરી દીધો. જેલ પ્રશાસને આરોપીઓને બીજા બેરકમાં શિફ્ટ કરી દીધા છે. બીજી તરફ આ મુદ્દે અત્યાર સુધી પ્રશાસને કોઈ નિવેદન આપ્યું નથી.

કોણ છે મિર્ચી બાબા?

મિર્ચી બાબાનું અસલી નામ રાકેશ દુબે છે. મિર્ચી બાબા મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના બિરખડી ગામનો રહેવાસી અયોધ્યા પ્રસાદનો ત્રીજા નંબરનો દીકરો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અયોધ્યા પ્રસાદ માલનપુરના મંદિરમાં પૂજારી હતો. તેના 4 દીકરા છે. વર્ષ 1997માં ત્યારે રાકેશ દુબે ઓઇલ મિલમાં મજૂરી કરતો હતો. ત્યારબાદ પોતાની 4 વીઘા જમીન વેચીને ટ્રક ખરીદ્યો, જેને ચલાવવામાં નુકસાન થઈ ગયું અને ટ્રક વેચવું પડ્યું. ત્યારબાદ રાકેશ દુબે અમદાવાદ (ગુજરાત) આવીને એક ખાનગી ફેક્ટ્રીમાં કામ કરવા લાગ્યો. અમદાવાદમાં જ કોઈ સાધુ સાથે સંગતમાં આવીને રાકેશ દુબેએ સંન્યાસ ગ્રહણ કરી લીધો અને નામ બદલીને વૈરાગ્યાનંદ ગિરી થઈ ગયો.

વૈરાગ્યાનંદ ગિરી પોતાના ભક્તોને મિર્ચીની ધૂની આપવાના કારણે લોકો ધીરે ધીરે તેને મિર્ચી બાબા કહેવા લાગ્યા. અલગ-અલગ જગ્યાએ ફરીને ભાગવત કથા કરવા દરમિયાન મિર્ચી બાબાના સંપર્ક કોંગ્રેસના નેતાઓ સાથે વધ્યો. આ દરમિયાન હાઇપ્રોફાઇલ સાધુ બની ગયો. જાણકારો મુજબ, દિગ્વિજય સિંહે જ મિર્ચી બાબાને ભોપાલની મિનલ રેસિડેન્સીમાં લક્ઝરી બંગલો અપાવ્યો હતો. અહીથી મિર્ચી બાબાનો જલવો એવો વધ્યો કે વર્ષ 2018માં પિતાના નિધન પર તેણે 20 હજાર લોકોને ગામમાં તેરમાનું ભોજન આપ્યું. આ ભોજનમાં તાત્કાલીન કોંગ્રેસ સરકારના ઘણા મંત્રી અને ધારાસભ્ય પણ સામેલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp