મિર્ઝાપુરમાં ભાજપા નેતા અધ્યક્ષ પર ગેંગરેપનો આરોપ, પાર્ટીમાંથી સસ્પેન્ડ

PC: twitter.com

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સગીરા સાથે ગેંગરેપના આરોપી લાલગંજ ભાજપા મંડળ અધ્યક્ષ વિજય કુમાર ગુપ્તાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સગીરાનો આરોપ છે કે તેની સાથે પાછલા સાત મહિનાથી આરોપી વિજય ગુપ્તા અને આકાશ કેશરવાની ગેંગરેપ કરી રહ્યા હતા. આ કેસમાં પોલીસે સગીરાની માતાની ફરિયાદ પર FIR દાખલ કરી છે. આરોપી આકાશ કેશરવાનીની ધરપકડ કરી તેને જેલભેગો કરી દેવામાં આવ્યો છે. તો વિજય ગુપ્તાને ભાજપાએ બધા પદેથી સસ્પેન્ડ કરી દીધો છે.

સગીરા ધોરણ 10માં ભણે છે. તેણે આરોપ લગાવતા કહ્યું કે, તેની મુલાકાત સૌથી પહેલા આકાશ કેશરવાની સાથે થઇ હતી. ત્યાર પછી આકાશ તેને એક રેસ્ટોરેન્ટમાં લઈ ગયો. જ્યાં ગ્રામ પ્રધાન અને ભાજપા નેતા વિજય ગુપ્તાએ આકાશ સાથે મળીને તેની સાથે ગેંગરેપ કર્યો સાથે જ આ વાતની જાણ કોઈને ન કરવાની ધમકી પણ આપી.

સગીરાએ કહ્યું, 7 મહિના સુધી બંને આરોપી તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા. ગર્ભ રહેવાની જાણકારી મળતા ભાજપા નેતા અને આકાશે સગીરાને ગર્ભપાતની દવા ખવડાવી. જેને લીધે તેની તબિયત બગડી ગઈ.

ત્યાર પછી પરિવારના સભ્યો જ્યારે સર્વાઈવરને લઇ હોસ્પિટલ પહોંચ્યા તો પ્રેગનેન્સીનો ખુલાસો થયો. ત્યાર પછી ડૉક્ટરે તેનો ગર્ભપાત કરાવ્યો.

આ ધારાઓ સાથે કેસ દાખલ

પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ધારા 376DA(16 વર્ષથી ઓછી ઉંમરની કિશોરી સાથે ગેંગરેપ), 313(મહિલાની સંમંતિ વિના ગર્ભપાત), 342(ખોટી રીતે કેદમાં રાખવી), 506(ધમકી આપવી), 5/6 પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરી એક આરોપી આકાશ કેશરવાનીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ત્યાર પછી ભાજપા જિલ્લાધ્યક્ષ વિશ્વકર્માએ લાલગંજ મંડળ અધ્યક્ષ વિજય ગુપ્તાને દરેક પદેથી સસ્પેન્ડ કરી દીધો છે.

પીડિતા અને તેની માતાએ બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોલીસ અધિકારી સંતોષ મિશ્રાએ કહ્યું કે સગીરાની તબિયત હવે સારી છે. આરોપી આકાશની ધરપકડ કરી લેવામાં આવી છે. આકાશે તેના ગુનાનો સ્વીકાર કર્યો છે. વિજય ગુપ્તા પર લગાવેલા આરોપોની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp