‘હાથ અને મન બંને ખૂબ ભારે છે..’, મહિલા DMની ભાવુક પોસ્ટ વાયરલ, જનતામાં લોકપ્રિય

મિર્ઝાપુરના ફેમસ DM દિવ્યા મિત્તલનું ટ્રાન્સફર થઈ ગયું છે. વર્ષ 2013 બેન્ચના IAS અધિકારી દિવ્યા મિત્તલને બસ્તી જિલ્લાના DM બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યા પર બસ્તીના DM પ્રિયંકા નિરંજનને મિર્ઝાપુરના જિલ્લાધિકારી બનાવવામાં આવ્યા છે. મિર્ઝાપુરથી ટ્રાન્સફર થયા બાદ IAS દિવ્યા મિત્તલે X (પહેલા ટ્વીટર) પર ભાવુક પોસ્ટ કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
દિવ્યા મિત્તલે મિર્ઝાપુરના DM રહેતા પોતાના કામને લઈને ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. હાલમાં જ તેઓ લહુદરિયાહ જેવા પર્વતીય ગામ સુધી પાણી પહોંચાડવાની યોજના પૂરી કરીને ચર્ચામાં આવ્યા હતા, મિર્ઝાપુરથી ટ્રાન્સફર બાદ દિવ્યા મિત્તલે લખ્યું કે, સામાન બાંધતા હાથ અને મન બંને ભારે છે. સરકારી નોકરીમાં આવવા જવાનું ચાલતું રહે છે, પરંતુ મિર્ઝાપુરે જેટલો પ્રેમ આપ્યો છે તે આજીવન નહીં ભૂલી શકું. તેમણે પોતાની પોસ્ટમાં માતાના મંદિર અને ગંગાના સાંનિધ્યને પણ યાદ કર્યા.
आज घर से सामान बांधते हुए हाथ और मन दोनों बहुत भारी है। सरकारी नौकरी में आना-जाना तो चलता ही रहता है परंतु मीरजापुर ने जितना प्रेम मुझे दिया है उसको मैं जीवन पर्यंत नहीं भूल पाऊंगी। माता का मंदिर, गंगा जी का सानिध्य मुझे दुनिया में और कहां मिलेंगे। साक्षात शक्ति का निवास है जनपद…
— Divya Mittal (@divyamittal_IAS) September 2, 2023
તેમણે આગળ કહ્યું કે, ટ્રાન્સફરના સમાચાર બાદ તેમની પાસે એટલા ફોન કોલ આવ્યા કે નેટવર્ક જામ થઈ ગયું. મૂળ હરિયાણાના રેવાડીના રહેવાસી દિવ્યા મિત્તલે IIT દિલ્હીથી બીટેક અને IIM બેંગ્લોરથી MBA કર્યું છે. ત્યારબાદ તેમણે લંડનમાં એક કોર્પોરેટ કંપની જોઇન્ટ કરી, પરંતુ તેમનું અને તેમના પિતા ગગનદીપ સિંહ બંને લોકોનું મન કોર્પોરેટ જોબમાં ન લાગ્યું અને નોકરી છોડીને પાછા આવી ગયા. આ જોડીએ અહીં આવીને UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી.
પહેલા વર્ષ 2011માં ગગનદીપ સિંહ IAS બન્યા અને પછી વર્ષ 2012માં દિવ્યા મિત્તલ UPSC ક્લિયર કરીને IPS બન્યા. જો કે, ટ્રેનિંગ ચાલી જ રહી હતી કે, વર્ષ 2013માં તેઓ IAS બની ગયા. IAS દિવ્યા મિત્તલની ઓળખ સખત મિજાજના DMની છે. લોકોની ફરિયાદો પર તેઓ અધિકારીઓને સીધા સવાલ કરવા માટે જાણીતા છે. તેમનો આ અંદાજ લોકોને પસંદ આવે છે અને લોકો તેમને કનેક્ટ કરે છે. જો કે, તેમનો આ અંદાજ મહિલાઓ અને બાળકો વચ્ચે એકદમ બદલાઈ જાય છે. તેઓ તેમની વચ્ચે એક કોમળ વ્યક્તિના રૂપના નજરે પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp