મુસલમાન છોકરા મરી પરવાર્યા છે? બુરખાવાળી યુવતી સાથે દુર્વ્યવહાર, યુવકને ફટકાર્યો

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો બુરખામાં હાજર યુવતી અને તેની સાથે ઉભેલા યુવક સાથે મારપીટ કરતા જોવા મળે છે. આ સાથે એવું કહેતા જોવા મળે છે કે મર્યા પછી કબરમાં જવાની નથી? શું મુસ્લિમ છોકરાઓ મરી ગયા? આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા જ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પીડિત યુવતીની ફરિયાદ પર તરત જ 3 યુવકો સામે ગુનો નોંધ્યો છે. એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.

મુરાબાબાજના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતી બુરખો પહેરીને માર્કેટમાં કપડાની ખરીદી કરીને પોતાના ગામ જઇ રહી હતી. તે વખતે તેને તેના ગામનો એક યુવક જયવિન મળી ગયો હતો અને યુવતી તેની સાથે બાઇક પર બેસીને જઇ રહી હતી. એટલામાં માર્કેટમાં દુકાન ધરાવનાર શાન એ આલમ નામનો વ્યકિતએ તેના મિત્રો સાથે આવીને યુવતી અને જયવિન સાથે ગાળા ગાળી શરૂ કરી હતી અને જયવિનની પિટાઇ શરૂ કરી દીધી હતી. શાન એ આલમ ચિલ્લાઇને જયવિનનને કહી રહ્યો હતો કે તારા પિતાને બોલાવ, તારા પિતાનો નંબર આપ.

આરોપીએ બુરખાવાળી યુવતીને પણ કહ્યું હતું કે, તુ મુસલમાન છે, શું તારે કબરમાં જવાનું નથી? યુવતીએ કહ્યું કે, જયવિન મારા પડોશમાં રહે છે અને એ આવ્યો તેમાં તને શું પરેશાની છે?  આ સાંભળીને આરોપી યુવકે કહ્યું હતું કે, શું મુસલમાન છોકરાઓ મરી પરવાર્યા છે? તે તું આ યુવક સાથે કેમ ફરી રહી છે? એ પછી આરોપી યુવક યુવતીનો ફોન છીનવી લે છે. યુવતી રડવા માંડે છે. આ આખો મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

યુવતીએ પોલીસને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે, ભોજપુરીની માર્કેટમાંથી કપડા કરીને હું ચાલતી જઇ રહી હતી ત્યારે માર્કેટ પાસે મારા ગામનો જયવિન મને મળી ગયો હતો. હું તેની સાથે બાઇક પર બેઠી અને અમે ઘર તરફ રવાના થઇ રહ્યા હતા ત્યારે માર્કેટના કેટલાંક દુકાન દાર શાન એ આલમ, હફિઝ અને અન્ય બે સાથી મિત્રોએ આવીને મારી અને જયવિન સાથે બદતમીજી કરી હતી. મને અને જયવિનને માર માર્યો હતો. મારી શરીરને ખોટી નિયતથી ર્સ્પશ કર્યો હતો. મહેરબાની કરીને આ લોકો સામે કાર્યવાહી કરશો.

દેહાતના  SP સંદીપ કુમાર મીણાએ કહ્યું કે, ટ્વીટર પર એક વીડિયો ટ્રેન્ડ થઇ રહ્યો હતો. જેમાં એક યુવક યુવતી સાથે બેથી 3 લોકો બદતમીજી કરી રહેલા જોવા મળતા હતા. વીડિયો ધ્યાનમાં આવ્યા પછી 3 યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp