અમેરિકન અખબારમાં એવું શું છપાયું કે ગુસ્સે ભરાયા કેન્દ્રીયમંત્રી, કહ્યુ-મોદીજી..

PC: indiatoday.in

શુક્રવારે અમેરિકન અખબાર ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતાને લઈને છપાયેલા લેખને ભારતે શરારતી અને કાલ્પનિક ગણાવ્યો છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરતા કહ્યું કે, ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ખૂબ પહેલા જ ભારત બાબતે કંઈ પણ પ્રકાશિત કરતી વખત તટસ્થ હોવાનું છોડી ચૂક્યું છે. કાશ્મીરમાં પ્રેસ સ્વતંત્રતા પર ન્યૂયોર્ક ટાઇમ્સ તથાકથિત ઑપિનિયન અંશ શરારતી અને કાલ્પનિક છે. તેને પ્રકાશિત કરવાનું એકમાત્ર ઉદ્દેશ્ય ભારત અને તેની લોકતાત્રિક સંસ્થાઓ બાબતે પ્રોપગેન્ડા ફેલાવવાનું છે.

અનુરાગ ઠાકુર તરફથી આ સખત પ્રતિક્રિયા એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા સ્થિત અખબાર ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’એ કાશ્મીર અને તેની સાથે જોડાયેલી જાણકારીઓ પર એક ઑપિનિયન લેખ છાપ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે, ન્યૂયોર્ક ટાઇમ્સ અને તેની સાથે સંબંધીત કેટલીક અન્ય વિદેશી મીડિયા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. એવામાં જુઠ્ઠાણું લાંબા સમય સુધી નહીં ચાલી શકે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘કાશ્મીરમાં પ્રેસ સ્વતંત્રતા બાબતે ન્યૂયોર્ક ટાઇમ્સમાં ફેલાવવામાં આવેલું જબરદસ્ત જુઠ્ઠાણું નિંદનીય છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અન્ય મૌલિક અધિકારીઓની જેમ જ પ્રભાવી છે. ભારતમાં લોકતંત્ર છે અને અમે લોકો ખૂબ પરિપક્વ છીએ. અમારે એજન્ડાથી ચાલનારા અખબાર પાસેથી લોકતંત્ર શીખવાની કોઈ જરૂરિયાત નથી. ભારતીય આ પ્રકારની માનસિકતાવાળા લોકોને ભારતની ધરતી પર નિર્ણાયક એજન્ડને ચલાવવા નહીં દઈએ. કેટલીક વિદેશી મીડિયા સિસ્ટમેટિકલી લાંબા સમયથી અમારા લોકતંત્ર અને બહુતાવાદી સમાજ બાબતે ખોટું બોલીને ભારત અને અમારા વડાપ્રધાન મોદીની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

ન્યૂયોર્ક ટાઇમ્સે બુધવારે ‘India Is Arming Villagers in One of Earth’s Most Militarized Places’થી એક ઑપિનિયન લેખ છાપ્યો છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, દુનિયાના સૌથી વધુ સૈન્યીકૃત સંસ્થામાંથી એક જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારે હજારો નાગરિકોને હથિયાર ઉઠાવવા માટે મજબૂર કરી દીધા છે. એ લાંબા સમયથી અશાંત રહેલા જમ્મુ-કશ્મીરને નિયંત્રિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્રમક વલણની સીમા દેખાડે છે.

જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ પરિવારો પર કરવામાં આવેલા અલક્ષિત આતંકવાદી હુમલાના જવાબમાં સ્થાનિક લોકો હથિયાર ઉઠાવી ચૂક્યા છે. દિવસમાં તેઓ ડ્રાઈવર, દુકાનદાર અને ખેડૂત હોય છે અને રાત્રે તેઓ સ્થાનિક મિલિશિયાના સભ્ય. તેમની રાઈફલો તેમના ખભા પર લટકેલી હોય છે. જમ્મુ-કશ્મીરના હિન્દુ ફરીથી જોખમ અનુભવી રહ્યા છે. તેમાંથી ઘણા લોકોને પોતાની સુરક્ષા કરવા માટે લિસ્ટેડ કરવામાં આવ્યા છે. એ હેઠળ નાગરિકોને સરકારી હથિયારોનું સીમિત તાલીમ આપવામાં આવશે.

રાજનૈતિક ઇતિહાસ અને અકાદમીક સીદ્દિકી વાહીદે ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું કે, એ અજીબ લાગે છે કે દુનિયાના સૌથી સૈન્યીકૃત ક્ષેત્રમાં પણ તમને નાગરિકોને સુરક્ષિત કરવા માટે તેને સશસ્ત્ર કરવાની જરૂરિયાત પડી રહી છે જે કામ સેનાનું છે. એ ઘણી બાબતે એક વિરોધાભાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp