દબંગની ધમકી- ‘તમારી પત્ની તમારા લાયક નથી, અમારા લાયક છે, તેને અમે રાખીશું’
ઉત્તર પ્રદેશના બાંદામાં દબંગોથી ડરેલા એક પીડિત પરિવારે પોલીસ પાસે સુરક્ષાની માગણી કરી છે. પીડિત પરિવારનો આરોપ છે કે ગામના કેટલાક દબંગ દારૂ પીને મારામારી કરે છે અને તેમની સ્ત્રીઓ અને છોકરીઓ પર ગંદી નજર નાખે છે. સાથે જ તેમની અશ્લીલ તસવીર ખેચવાનો પ્રયાસ પણ કરે છે. તેનો વિરોધ કરવા પર મારામારી અને ગંદી ગંદી ગાળો પણ આપે છે અને કહે છે, ‘તમારી પત્ની તમારા લાયક નથી, અમારા લાયક છે, તેને અમે રાખીશું.’
પીડિત વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, ગામના દબંગ મને અને મારા બાળકોને જીવથી મારી નાખવાની ચક્કરમાં છે. પીડિતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને પોલીસ અધિક્ષક પાસે આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. પોલીસે ગામના 3 બદમાશો વિરુદ્ધ છેડછાડ સહિત અન્ય કલમોમાં કેસ નોંધીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના જસપુરા પોલીસ સ્ટેશનના એક ગામની છે. એ સિવાય પીડિતે સ્થાનિક પોલીસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
તેનું કહેવું છે કે, પોલીસ સરપંચના દબાવમાં કોઈ કાર્યવાહી કરી રહી નથી. જેથી દબંગોથી હત્યાનો ડર સતાવી રહ્યો છે. પીડિતનું કહેવું છે કે, ગામના એક વ્યક્તિ સાથે નોઇડામાં કોન્ટ્રાક્ટ કરતો હતો. જે તેના ગામનો રહેવાસી છે અને દબંગ છે. એ લોકો થોડા દિવસ અગાઉ તેના ઘર પર આવ્યો અને ગાળો આપવા લાગ્યો. સાથે જ કહ્યું કે, ‘તારી પત્ની તારા લાયક નથી, તેને અમે લઈ જઈશું.’
આ બાબતે DSP સિટી ગવેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું કે, જસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે છેડછાડ કરવાની ફરિયાદ નોંધાવી છે. જેના પર ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને પુરવાઓના આધાર પર જ કાર્યવાહી કરવામાં આવશે. જલદી જ આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવશે. સાથે જ પીડિત યુવકની સુરક્ષાનો દરેક સંભવિત ભરોસો પણ અપાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp