મોબાઇલ છીનવીને ભાગી રહ્યા હતા બદમાશ, રસ્તામાં જ પૂરું થઇ ગયું પેટ્રોલ, પછી..

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાથી લૂંટની એક હેરાન કરનારી ઘટના સામે આ છે. રાણનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાઇકલથી જઇ રહેલા યુવક પાસેથી બાઇક સવાર 5 બદમાશોએ મોબાઇલ છીનવી લીધો. બદમાશ થોડે જ દૂર પહોંચ્યા હતા કે તેમની બાઇકમાં પેટ્રોલ પૂરું થઇ ગયું. તેના પર પીડિતે ગ્રામજનોના સહયોગથી એક બદમાશને પકડી લીધો. મઉ પોલીસ સ્ટેશન વિસ્તારના બરવા ગામનો રહેવાસી અકલદીપ ક્યાંક જઇ રહ્યો હતો. ચૂરૈનિયા પુલ પાસે બાઇક સવાર બદમાશોએ તેને ધેરી લીધો અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.

તેના પર તેણે મોબાઇલથી મિત્રોને બોલાવવાનું મન બનાવી લીધું હતું. ફોન કરતો જોઇને બાઇક સવાર બદમાશોએ મોબાઇલ છીનવી લીધો. થોડે દૂર ગયા બાદ તેમની બાઇકનું પેટ્રોલ પૂરું થઇ ગયું. પીડિત અકલદીપનું કહેવું છે, બાઇક પર સવાર 5 યુવકોએ તેને માર્યો અને બંદૂક દેખાડીને મોબાઇલ લઇ લીધો હતો અને ત્યાંથી ભાગી નીકળ્યા. આ દરમિયાન ગામના બાઇક સવાર એક વ્યક્તિએ કહ્યું કે, સાઇકલથી પાછળ આવ, હું આગળ ચાલી રહ્યો છું. આ દરમિયાન બદમાશોની બાઇકનું પેટ્રોલ પૂરું થઇ ગયું. તેના પર ગ્રામજનોના સહયોગથી એક બદમાશને પકડી લીધો.

આ ઘટનાને લઇને મોહમ્મદાબાદના CO સિટી અજય વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, પીડિતે પોલીસને ફોન કરીને જણાવ્યું કે, જ્યાર તે રસ્તાથી જઇ રહ્યો હતો. ત્યારે જ બાઇક પર સવાર બદમાશોએ તેની સાથે ગેરવર્તન કર્યું. તેના પર તેણે સાથીઓને બોલાવવાનું મન બનાવ્યું તો મોબાઇલ છીનવી લીધો. પાંચેય છોકરાઓ થોડે જ દૂર પહોંચ્યા હતા કે તેમની બાઇકનું પેટ્રોલ પૂરું થઇ ગયું અને એક બદમાશ પકડાઇ ગયો જ્યારે 4 ફરાર થઇ ગયા. ફરાર આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે.

હવે ઘટનાની હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે યુવક પાસેથી મોબાઇલ છીનવાયો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ તેમની પકડમાં આવવાનું મુખ્ય કારણ એ જ રહ્યું કે, તેમની બાઇકમાં પેટ્રોલ પૂરું થઇ ગયું અને તેઓ આગળ ભાગી ન શક્યા. જો બાઇકમાં પેટ્રોલ હોત તો કદાચ પાંચેય યુવક ફરાર થઇ જતા. તો બીજી તરફ 48 કલાકમાં લૂંટની 2 ઘટનાઓથી પોલીસની સક્રિયતા સવાલોના ઘેરામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp