ટ્રેન દુર્ઘટનાને કારણે ચર્ચામાં આવેલું બાલાસોર હજારો વર્ષ જુનું શહેર છે

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ દુઃખી છે. લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પોતાના પરિવારના લોકોને મૃતકોની ભીડમાં શોધી રહ્યા છે. પરિવારના સભ્યોના ચહેરા પર પોતાના પ્રિયજનોને ગુમાવવાનો ભય છે, જેમણે પોતાના પ્રિયજનોને હંમેશ માટે ગુમાવ્યા છે, તેમના ઘરોમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકો એ ભયાનક દ્રશ્યને યાદ કરીને રડી રહ્યા છે, તેઓ આ અકસ્માતને તેમના જીવનમાં ભાગ્યે જ ભૂલી શકશે. એક સમયે મિસાઈલ પરીક્ષણ અને અલગ અલગ સંસ્કૃતિ માટે જાણીતા આ જિલ્લાનું નામ હવે ભયાનક ટ્રેન દુર્ઘટના માટે જાણીતું થશે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકોના જીવ ગયા છે.

દુર્ઘટના સમયે બહારની લાઇન પર એક માલગાડી ઉભી હતી. હાવડાથી આવતી અને ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ (12841) બહાનગા બજાર પહેલા 300 મીટર પહેલા પાટા પરથી ઉતરી ગઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસની સ્પીડ એટલી વધારે હતી કે, તેનું એન્જિન ગુડ્સ ટ્રેન પર ચઢી ગયું હતું. આ સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનની પાછળની બોગી ત્રીજા ટ્રેક પર પડી ગઈ હતી. ત્યારે તે જ ટ્રેક પર તેજ ગતિએ આવી રહેલી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ (12864) ખૂબ જ ઝડપથી પાટા પર પડેલા કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બાઓ સાથે અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, મુસાફરોને જરા પણ બચવાની તક મળી નથી. ત્રણ ટ્રેનોની ટક્કરથી અત્યાર સુધીમાં 280 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

બાલાસોર રેલ્વે સ્ટેશન એ દક્ષિણ પૂર્વીય રેલ્વેની હાવડા-ચેન્નઈ મુખ્ય લાઇન પરનું એક મહત્વનું સ્ટેશન છે. કોલકાતાનું અંતર લગભગ 254 Km છે, જ્યારે ભુવનેશ્વરનું અંતર લગભગ 206 Km છે. બાલાસોર નજીક રૂપસા ખાતેથી બારીપાડા સુધીની શાખા લાઇન શરૂ થાય છે. બાલાસોર ભારતના વિવિધ ભાગો સાથે ટ્રેન દ્વારા જોડાયેલ છે. ભુવનેશ્વર, કટક, રાઉરકેલા, બ્રહ્મપુર, મુંબઈ, કોલકાતા, નવી દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી, બેંગ્લોર, પુરી, પોંડિચેરી, એર્નાકુલમ માટે અવારનવાર ટ્રેનો આવતી હોય છે.

આ ટ્રેન દુર્ઘટના પહેલા બાલાસોરની ઓળખ મિસાઈલ પરીક્ષણ અને ચાંદીપુર નામના દરિયા કિનારાથી થઈ હતી. તેને 'મિસાઇલ સિટી' પણ કહેવામાં આવે છે. ભારતીય બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ કાર્યક્રમની સંકલિત પરીક્ષણ શ્રેણી બાલાસોરથી 18 Km દક્ષિણમાં સ્થિત છે. બાલાસોર બાલેશ્વર તરીકે પણ ઓળખાય છે. તે ઓડિશા રાજ્યનું એક શહેર છે, જે રાજ્યની રાજધાની ભુવનેશ્વરની ઉત્તરમાં લગભગ 194 Km (121 માઇલ) અને પૂર્વ ભારતમાં કોલકાતાથી 300 Km (186 માઇલ) દૂર છે.

બાલાસોર દેશના તે શહેરોમાંનું એક છે, જ્યાં માનવ સભ્યતાની વિવિધ સંસ્કૃતિના પુરાવા મળ્યા છે. બાલાસોરની આસપાસના ગામોમાં ખોદકામથી 2000-1000 BCE થી 400-200 BCE સુધી માનવ વસાહતોના ત્રણ વિશિષ્ટ સાંસ્કૃતિક તબક્કાઓના પુરાવા મળ્યા છે. જેમ કે ચાલકોલિથિક (2000–1000 BC), લૌહ યુગ (1000–400 BC) અને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળો (400–200 BC). બાલાસોર જિલ્લો પ્રાચીન કલિંગ સામ્રાજ્યનો ભાગ હતો, જે પાછળથી મુકુંદ દેવના મૃત્યુ સુધી ઉત્કલનો પ્રદેશ બન્યો.

બાલાસોર અથવા બાલેશ્વર, કોલકાતા અને ભુવનેશ્વરથી લગભગ 200 Kmના અંતરે આવેલું છે, તે ભારતના ઓડિશા રાજ્યમાં એક સુંદર પર્યટન સ્થળ છે, જે તેની દરિયાઈ આબોહવા અને પરંપરાગત ખોરાક, ધાર્મિક સ્થળો અને લોક સંસ્કૃતિ માટે જાણીતું છે. બાલાસોર જિલ્લામાં ઘણા ઐતિહાસિક સ્મારકો છે. બાલાસોર જિલ્લાના કેટલાક મુખ્ય સ્મારકોમાં અયોધ્યામાં મળેલા સમૃદ્ધ શિલ્પ અવશેષોનો સમાવેશ થાય છે. બાલાસોર જિલ્લાના કુપાલીમાં જૂના બૌદ્ધ મઠ અને મંદિરના અવશેષો છે.

રૈબનિયાના જયચંડી જંગલોમાં કેટલાક જૂના કિલ્લાઓ પણ જિલ્લામાં છે. જિલ્લામાં જોવા મળતું મુખ્ય ધાર્મિક સ્મારક ભગવાન ચંદનેશ્વર તીર્થ છે. બાલાસોરનું નામ પણ ફારસી શબ્દ બાલા-એ-શોર પરથી પડ્યું છે, જેનો અર્થ છે 'સમુદ્રમાં શહેર'. ઐતિહાસિક દંતકથા શહેરના ભગવાન બાલેશ્વર (ભગવાન શિવ)ના નામ પરથી જિલ્લાના નામકરણનું વર્ણન કરે છે, જે પાછળથી મુઘલ શાસન દરમિયાન બદલાઈને બાલાસોરમાં બદલાઈ ગયું.

અહીં તમને જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોરમાં થયેલા અકસ્માત બાદ રેલવેએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી પણ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવાનું કહેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.