અતિક અહમદે કર્યો ખુલાસો- લોકોમાં ડર રહે એટલે કરાવી ધોળા દિવસે હત્યા

PC: jansatta.com

માફિયામાંથી રાજનેતા બનેલા અતિક અહમદ હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ તેના ગુનાઓ સાથે જોડાયેલા એંગલ પર સવાલ કરી રહી છે. આ પૂછપરછમાં અતિક અહમદ પોલીસ સામે પોતાના ગુના કબૂલી રહ્યો છે. આ દરમિયાન તેણે 24 ફેબ્રુઆરીના રોજ કરાવવામાં આવેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસ સામે ઘણા કેસોમાં પોતાની સંડોવણીની કબૂલાત કરી છે. અતિકે પોલીસ સામે માન્યું કે, હત્યાની આખી પ્લાનિંગ તેની હતી અને તેના કહેવા પર જ અસદ આ હત્યાકાંડમાં સામેલ થયો હતો.

અતિકે જણાવ્યું કે, અશરફે શૂટરોની વ્યવસ્થા કરી હતી અને અસદ સાથે બધા શૂટર્સ બરેલી જેલમાં અશરફને મળ્યા હતા અને આ બાબતે આખી પ્લાનિંગ કરી હતી. ઉમેશ પાલની હત્યા કરાવવાના બે કારણો હતા. પહેલું કારણ ઉમેશ પાલ અપહરણ કેસના છેલ્લા સ્ટેજમાં પહોંચી જવાનું. તો બીજું કારણ બતાવતા અતિકે કહ્યું કે, જે પ્રકારે ખુલ્લેઆમ અમારી વિરુદ્ધ બોલી રહ્યો હતો, તેનાથી સમાજમાં ખોટો મેસેજ જઈ રહ્યો હતો. એટલે અમે નક્કી કર્યું હતું કે, જો ઉમેશ પાલને ધોળા દિવસે ન માર્યો તો પછી અમારા નામનો ડર સમાપ્ત થઈ જશે.

અતિકે કહ્યું કે, ઉમેશને તેના ઘર બહાર બંને પોલસકર્મીઓ સાથે મારવાની પૂરી યોજના તેની હતી. આ કાંડ બાદ અલ્લાહબાદના લોકો જાણી ગયા કે અતિક અત્યારે જીવતો છે. રિપોર્ટ્સ મુજબ, પૂછપરછ દરમિયાન જ્યારે અતિકે પાકિસ્તાન અને ISI સાથે જોડાયેલા હોવાની વાત કબૂલી તો પોલીસ દંગ રહી ગઈ. એમ માનવામાં આવી રહ્યું છે જે હવે પાકિસ્તાન એંગલ આવવાના કારણે તપાસનો દાયરો વધી શકે છે. એટલું જ નહીં અતિકની ગેરકાયદેસર હથિયારો બાબતે પૂછપરછ પણ કરી શકાય છે.

દીકરા અસદના મોત બાદ અતિક પૂરી રીતે તૂટી ગયો છે. રિપોર્ટ્સ મુજબ પૂછપરછ દરમિયાન અતિક ઘણી વખત રડ્યો. કહ્યું કે, હવે તો અમે માટીમાં મળી ગયા છીએ. બધી મારી ભૂલ છે. અસદની કોઈ ભૂલ નહોતી. દુનિયાનું સૌથી મોટું દુઃખ પિતાના કાંધ પર જવાન દીકરાનું શબ હોય છે. અસદને ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ ઝાંસીમાં એક ઘર્ષણ દરમિયાન ઠાર કરી દીધો હતો. અસદ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ હતો. CCTVમાં પણ તે કેદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp