ગૌમાંસની શંકામાં ભીડે ડ્રાઇવરને ફટકારી ટ્રક ફૂંકી, પોલીસે કહ્યું- ગૌમાંસ નહોતું

PC: indiatv.in

મહારાષ્ટ્રના જલગાંવના પાલધીમાં ગુસ્સે ભરાયેલી ભીડે ગૌમાંસ લઈ જવાની શંકામાં એક ટ્રકમાં આગ લગાવી દીધી. આ ઘટનાને લઈને પાલધી ગામ સહિત વિસ્તારમાં ગુરુવારે મોડી રાત સુધી તણાવ બનેલો રહ્યો. ગુરુવારે રાત્રે લગભગ 09:00 વાગ્યા બંભૌરી SSBT કોલેજ પાસે પેટ્રોલ પંપ પર એક ટ્રક રોકાઇ. દુર્ગંધ આવવા પર કેટલાક યુવકોને શંકા ગઈ. પછી તેમણે પૂછપરછ કરી તો ડ્રાઇવરે અસ્પષ્ટ જવાબ આપ્યા. ત્યારબાદ પેટ્રોલ પંપના કર્મચારીઓએ યુવકો સાથે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણકારી આપી.

તેના તુરંત બાદ જ એક પોલીસકર્મી પેટ્રોલ પંપ પહોંચ્યો. ત્યાંથી પોલીસકર્મી ટ્રકને પોતાની સાથે લઈ જવા લાગ્યો. ટ્રક પાછળ પાછળ આવી રહેલા કેટલાક યુવકોને શંકા ગઈ કે ટ્રક પોલીસ સ્ટેશન તરફ નહીં, પરંતુ વિસ્તાર તરફ જઈ રહી છે. યુવકોને લાગ્યું કે, પોલીસે ટ્રકને છોડી દીધી છે, એટલે તેમણે ટ્રકનો પીછો કરતા રોકી લીધી. પછી યુવકોએ ટ્રક ડ્રાઇવરને માર માર્યો અને ટ્રકમાં આગ લગાવી દીધી. જો કે હવે આ મામલે નવું ટ્વીસ્ટ આવ્યું છે. ટ્રકમાં ગૌમાંસ હતું જ નહીં, એવી જાણકારી જિલ્લાના SP એમ. રાજકુમારે આપી છે.

તેમણે જણાવ્યું કે, ટ્રકમાં પશુઓનું ચામડું હતું, જેને તેઓ લેધર ફેક્ટરી માટે લઈ જઈ રહ્યા હતા, પરંતુ કેટલાક યુવકોની શંકાના કારણે પોલીસ સામે જ પથ્થરમારો કર્યો અને હોબાળો મચાવ્યો, તો કેટલાક લોકોએ ક્લીનર અને ડ્રાઇવરને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને બચાવી લીધા. હોબાળો કારનારાઓએ ટ્રકને આગ લગાવી દીધી. જિલ્લાના SPએ જણાવ્યું કે, ટ્રક ડ્રાઈવર સલ્લૂ ખાન ઉર્ફે અબૂ ખાન અને ક્લીનર માનસિંહ શ્રીરામ કુશવાહ બંને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને ચામડાથી ભરેલા ટ્રકને ઔરંગાબાદથી કાનપુર લઈ જવાના હતા.

ટ્રક જઈ રહી હતી, ત્યારે જ કેટલાક લોકોએ તેમાં ગૌમાંસ હોવાની શંકા જતા તેનો પીછો કરી રહ્યા હતા. જેવી જ પોલીસને જાણકારી મળી, ત્યાં ટીમ પહોંચી. બીજી તરફ પંચનામું કરીને ડૉક્ટરે સેમ્પલ પણ લીધા. પોલીસ ટીમે ફાયર બ્રિગેડ બોલાવીને લાગેલી આગને બુઝાવી. તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે અત્યાર સુધી 18 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp