મોબાઇલ પર વાત કરી રહ્યો હતો યુવક, અચાનક બ્લાસ્ટ થયો, આ કંપનીનો હતો ફોન

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના અમરોહામાં મોબાઇલમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટના એ સમયે થઇ જ્યારે યુવક મોબાઇલથી વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તેની હથેળીમાં ઇજા થઇ છે. યુવકનું કહેવું છે કે, અચાનક જ મોબાઇલમાં બ્લાસ્ટ થઇ ગયો. આ ઘટના શુક્રવારે અમરોહા જનપદના હિજામપુર ગામમાં થઇ. અહીં રહેતા હિમાંશુએ જણાવ્યું કે, તેણે 4 દિવસ અગાઉ જ મોબાઇલ કારીદ્યો હતો. જ્યારે તે ફોન પર કોઇ સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મોબાઇલ ફાટી ગયો. હિમાંશુનું કહેવું છે કે, અચાનક થયેલા બ્લાસ્ટમાં તે બાલ-બાલ બચી ગયો, પરંતુ તેની હથેળી અને આંગળીમાં ઇજા થઇ છે. તેણે કંપની વિરુદ્ધ લીગલ એક્શન લેવાની વાત કહી છે.

ચાર્જિંગના સમયે ગેમિંગ કે ફોન પર વાત કરવાનું આમ તો એક સામાન્ય વાત છે કે સ્માર્ટફોન ચાર્જ પર લગાવીને તેનો યુઝ ન કરવો જોઇએ. ઘણા યુઝર્સ તેનાથી વિરુદ્ધ કામ કરે છે. તેઓ ફોનને ચાર્જ પર લગાવીને ગેમિંગ કે પછી કોલ પર વાત કરતા રહે છે જે જીવલેણ સાબિત થઇ શકે છે. જો કે, ચાર્જિંગ સમયે સ્માર્ટફોનથી હિટ બહાર નીકળે છે, એવામાં તેને યુઝ કરવા પર ફોન ઓવર હિટ થવાનું જોખમ બેલું રહે છે. તેનાથી ડિવાઇસ ખરાબ પણ થઇ શકે છે અને તેમાં બ્લાસ્ટ પણ થઇ શકે છે.

ઓવર નાઇટ ચાર્જિંગની ઘણા લોકોને ટેવ હોય છે. જો કે, લેટેસ્ટ સ્માર્ટફોનમાં તેનાથી બચવા માટે કંપનીઓએ નવા ફીચર જોડ્યા છે, જેના કારણે ફૂલ ચાર્જ થયા બાદ ફોન ચાર્જિંગમાંથી ડિસ્કનેક્ટ થઇ જાય છે. કેટલાક ડિવાઇસિસમાં આ સુવિધા મળતી નથી. એવા સ્માર્ટફોનને ચાર્જ પર મૂકીને આખી રાત છોડી દેવું, તમારા માટે જોખમી હોય શકે છે. ન માત્ર તેનાથી ફોન ખરાબ થઇ શકે છે, પરંતુ યુઝરને પણ નુકસાન પહોંચી શકે છે. કેટલીક ઘટનાઓમાં ફોનમાં આગ લાગવાનું કારણ આ ભૂલ પણ રહી છે.

જો તમે એ લોકોમાંથી છો જે ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે હેવી ચાર્જરનો ઉપયોગ કરો છે, તો તમે પોતાને જોખમમાં નાખો છો. દરેક ફોન એક નિશ્ચિત કેપિસિટી સાથે ડિઝાઇન કરવામાં આવે છે. જો હેન્ડસેટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતું નથી તો યુઝર્સને ફાસ્ટ ચાર્જરનું યુઝ ન કરવું જોઇએ. તેનાથી બેટરી અને ફોન ખરાબ થાય છે. સાથે જ બ્લાસ્ટ થવા કે આગ લાગવા જેવા બીજા જોખમ બની શકે છે. લોકલ ચાર્જર યુઝ કરવા પર પણ એમ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp