મોઢા પર મોબાઈલ ફાટ્યો, વીડિયો જોતી 8 વર્ષની બાળકીનું દર્દનાક મોત

PC: mysmartprice.com

જો તમે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ચિંતાજનક હોઈ શકે છે. કેરળમાં મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થતાં 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. તે મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આદિત્યશ્રી નામની છોકરીએ મોબાઈલ તેના ચહેરા પાસે જ રાખ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે 10:30 વાગ્યે બની હતી. આદિત્યશ્રી નજીકની શાળામાં ત્રીજા ધોરણમાં ભણતી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ ઘટના સોમવારે રાત્રે બની હતી. જ્યાં સ્થળ પર મોબાઈલ ફાટતાં છોકરીને ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, છોકરી જ્યારે ફોનનો ઉપયોગ કરી રહી હતી ત્યારે તે ચાર્જિંગ પર મુકેલો હતો.

મીડિયાના અહેવાલ મુજબ, આદિત્યશ્રી પૂર્વ બ્લોક પંચાયત સભ્ય અશોક કુમારની પુત્રી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે, છોકરી ઘણા સમયથી વીડિયો જોઈ રહી હતી. તેથી એવું બની શકે કે બેટરી વધુ ગરમ થઈ ગઈ અને તેના કારણે મોબાઈલ ફાટ્યો. ઘટનાના થોડા સમય બાદ છોકરીનું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ પણ મોકલી છે, જેણે કેટલાક પુરાવા એકત્ર કર્યા છે. મોબાઈલ ફોન વિસ્ફોટની ઘટના આશ્ચર્યજનક અને ભયાનક પણ છે. આવી સ્થિતિમાં સત્ય બહાર આવે તે માટે પોલીસે તેની ઝીણવટભરી તપાસ કરવાનું નક્કી કર્યું છે. ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત નિષ્ણાતોને પણ સાથે લેવામાં આવી રહ્યા છે.

મોબાઈલ ત્રણ વર્ષ પહેલા ખરીદવામાં આવ્યો હતો. છોકરીના કાકાએ આ ફોન તેના પિતા માટે ખરીદ્યો હતો. ગયા વર્ષે ફોનની બેટરી પણ બદલવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે આદિત્યશ્રી અને તેના દાદી જ ત્યાં હાજર હતા. આદિત્યશ્રીના દાદી રસોડામાં હતા ત્યારે તેમની પૌત્રીના ચહેરા પર મોબાઈલ ફોન ફાટ્યો હતો. મીડિયા સૂત્રો સાથે વાત કરતા પોલીસે કહ્યું કે, 'છોકરીના ચહેરા પર ગંભીર ઈજાઓ છે. તેના જમણા હાથની આંગળીઓ તૂટી ગઈ છે અને હથેળી ખરાબ રીતે દાઝી ગઈ છે.

અહીં તમને અમે બતાવી દેવા માંગીએ છીએ કે, જો તમે આ અકસ્માતોથી બચવા માંગતા હોવ તો ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ બિલકુલ ન કરો. જો ફોનમાં હીટિંગની સમસ્યા છે, તો તેની સર્વિસ સેન્ટરમાં તાપસ કરાવડાવો. ફોનને ક્યારેય શૂન્યથી 100 ટકા સુધી ચાર્જ કરશો નહીં, ચાર્જ કરતી વખતે હંમેશા કંપની દ્વારા આપવામાં આવેલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો. ગરમીથી બચવા માટે, ચાર્જ કરતી વખતે ગેમ્સ રમશો નહીં, વીડિયો સ્ટ્રીમ કરશો નહીં અથવા અન્ય કોઈ કાર્યવાહી કરશો નહીં. 80 અથવા 90 ટકા ચાર્જ સમાપ્ત થઈ જવું એ બેટરી માટે સંપૂર્ણ રીતે ભરાઈ જવા કરતાં વધુ સારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp