ઉદ્ઘાટનમાં લાગ્યા મોદી-મોદીના નારા, CM કેજરીવાલે હાથ જોડી કહ્યું- 5 મિનિટ...

PC: hindi.newsroompost.com

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગુરુવારે (8 જૂન) પૂર્વ દિલ્હીમાં ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી (GGSIPU)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તે સમયે યુનિવર્સિટીના નવા કેમ્પસની બહાર, BJPના સમર્થકોએ CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સૂત્રોચ્ચાર વચ્ચે, CM કેજરીવાલે BJP સમર્થકોને હાથ જોડીને તેમની વાત સાંભળવા વિનંતી કરી.

ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના નવા કેમ્પસમાં BJP અને AAP સમર્થકોના સૂત્રોચ્ચાર અને વિવાદ વચ્ચે CM અરવિંદ કેજરીવાલે કહ્યું, 'હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે, 5 મિનિટ મારી વાત સાંભળો.'

જ્યારે, યુનિવર્સિટીના ઉદ્ઘાટન પહેલા, LG અને CM અરવિંદ કેજરીવાલ વચ્ચે ઉગ્ર બોલાચાલીના અહેવાલો હતા. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે, નવા કેમ્પસના ઉદ્ઘાટન માટે બંને નેતાઓએ અલગ-અલગ સમય આપ્યો હતો, પરંતુ હવે મામલો ઉકેલાઈ ગયો છે. ત્યાર પછી ગુરુવારે બંને નેતાઓએ સાથે મળીને રિબન કાપી હતી.

અગાઉ, દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે, CM કેજરીવાલ IP યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે, જ્યારે રાજ નિવાસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, LG VK સક્સેના પાસેથી તેના ઉદ્ઘાટન માટે સમય માંગવામાં આવ્યો હતો અને LG કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

આ દરમિયાન BJP નેતાઓ અને કાર્યકરોએ ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પૂર્વ દિલ્હી કેમ્પસની બહાર CM કેજરીવાલને કાળા ઝંડા બતાવીને અને મોદી-મોદીના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને સંબોધતા CM કેજરીવાલે ઈસ્ટ કેમ્પસને દેશનું શ્રેષ્ઠ કેમ્પસ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આમાં લગભગ 2.5 હજાર બાળકોને શિક્ષણ મળશે. CM કેજરીવાલે કહ્યું કે આપણે લોકોને એવું શિક્ષણ આપવું પડશે જે રોજગારી આપે. આ કેમ્પસમાં ઈનોવેશન, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શીખવવામાં આવશે, મને ખાતરી છે કે અહીંથી પાસ આઉટ થતા દરેક યુવાનોને નોકરી મળશે. IP યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે LG સક્સેનાએ કહ્યું કે, 2014માં તત્કાલિન કેન્દ્રીય શિક્ષણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેનો પાયો નાખ્યો હતો.

બુધવારે શિક્ષણ મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 388 કરોડના ખર્ચે 19 એકરમાં બનેલા IPના ઈસ્ટર્ન કેમ્પસમાં 2400 વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકશે. કેમ્પસમાં અભ્યાસક્રમો 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp