સુપ્રીમ પહોંચ્યો રાહુલને સજા આપનાર જજનો કેસ, ઓછા માર્ક્સ છતા કેવી રીતે પ્રમોશન

PC: thehindu.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા સંભળાવનાર સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરિશભાઈ હસમુખભાઇ વર્માના પ્રમોશનનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. હરીશ વર્મા સહિત 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ આ કેસ પર 8 મેના રોજ સુનાવણી કરશે. જસ્ટિસ હસમુખભાઇ વર્માએ જ 23 માર્ચના રોજ ‘મોદી સરનેમ’ સાથે જોડાયેલા કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેમની સાંસદ સભ્યતા જતી રહી હતી.

સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના સીનિયર સિવિલ જજ કેડરના 2 ન્યાયિક અધિકારીઓ, રવિ કુમાર મેહતા અને સચિન પ્રજાપતિ મેહતાએ અરજી દાખલ કરી છે. રવિ કુમાર મેહતા સરકારના લીગલ ડીપાર્ટમેન્ટમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તો સચિન પ્રજાપતિ મેહતા ગુજરાત સરકારના લીગલ સર્વિસિસ ઓથોરિટીમાં આસિસટેન્ટ ડિરેક્ટર છે. બંને અધિકારીઓએ પોતાની અરજીમાં માગ કરી છે કે હરીશ હસમુખભાઇ વર્મા સહિત 68 અધિકારીઓના પ્રમોશનને રદ્દ કરવામાં આવે અને નવી રીતે મેરિટ કમ સીનિયોરિટી આધાર પર લિસ્ટ તૈયાર કરવામાં આવે.

અરજીકર્તાઓએ દાવો કર્યો છે કે, ઘણા એવા અભ્યાર્થી છે જેમણે પ્રમોશન માટે પરીક્ષામાં વધારે માર્ક્સ હાંસલ કર્યા છે, પરંતુ તેમનું સિલેક્શન થયું નથી, પરંતુ તેમનાથી ઓછા માર્ક્સ લાવનાર ઉમેદવારોને પ્રમોટ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હરીશ હસમુખભાઇ વર્માના પ્રમોશન બાદ ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યા હતા અને તેમને રાજકોટ જિલ્લા કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પર વરણી કરવામાં આવી છે. 28 એપ્રિલના રોજ જ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના 18 એપ્રિલની એ નોટિફિકેશન, જેના દ્વારા જજોની બદલી કરી હતી, તેના પર સખત નારાજગી જાહેર કરી હતી કેમ કે કેસ કોર્ટ સામે વિચારાધીન છે.

સુપ્રીમ કોર્ટે તેને કોર્ટના કામમાં હસ્તક્ષેપ માનતા રાજ્ય સરકારના સેક્રેટરી પાસે જવાબ માગ્યો હતો અને પૂછ્યું હતું કે જ્યારે કેસ કોર્ટ સામે લંબિત છે તો પ્રમોશન અને 18 એપ્રિલની નોટિફિકેશન જાહેર કરવાનું અર્જન્ટ હતું? ગુજરાત હાઇ કોર્ટે 10 માર્ચ 2023ના રોજ એક નોટિફિકેશન જાહેર કરી હતી. એ મુજબ, હરીશ હસમુખભાઇ વર્મા સહિત કુલ 68 જજોને ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. આ 68 જજ 65 ટકા પ્રમોશન કોટા હેઠળ આયોજિત પરીક્ષામાં સામેલ થયા હતા અને સફળ રહ્યા હતા.

હરિશભાઈ હસમુખભાઇ વર્માની વાત કરીએ તો તેમને 200 માર્ક્સની પરીક્ષામાં 127 પોઇન્ટ્સ મળ્યા હતા અને સીનિયર સિવિલ જજમાંથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પ્રમોશન યોગ્ય સાબિત થયા હતા. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, માર્ચવાળી નોટિફિકેશનથી લગભગ અઢી મહિના અગાઉ 29 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવેલી ગેઝેટ નોટિફિકેશન મુજબ, હરીશ હસમુખભાઇ વર્માને એડિશનલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યૂડિશલ મેજિસ્ટ્રેટમાંથી ચીફ જ્યૂડિશલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સીનિયર સિવિલ જજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા.

કોણ છે જસ્ટિસ વર્મા?

હરિશભાઈ હસમુખભાઇ વર્મા મૂળ રૂપે વડોદરાના રહેવાસી છે. તેમણે LLBનો અભ્યાસ ગુજરાતની બહુચર્ચિત મહારાજા સયાજીરાવ કોલેજથી કરી છે. 43 વર્ષીય હરિશભાઈ LLBનો અભ્યાસ કાર્ય બાદ જ્યુડિશિયલ સર્વિસમાં આવ્યા. જસ્ટિસ વર્માના પિતા પણ દિગ્ગજ વકીલ રહ્યા. ન્યાયિક ગલિયારામાં જસ્ટિસ વર્માની ગણતરી તેજ જજ તરીકે થાય છે. તેઓ સમયના ઘણા પાબંદ માનવના આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp