કેરળમાં ચોમાસું બેસવામાં કેમ થઈ રહ્યું છે મોડું? જાણો કારણ

જૂનનો મહિનો ચાલી રહ્યો છે અને દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી અને હિટવેવ પરેશાન કરી રહી છે. લોકોને હવે ચોમાસાના આગમન સાથે જ રાહતની આશા છે, પરંતુ ચોમાસું મોડું થઈ ચૂક્યું છે. સામાન્ય સ્થિતિમાં ચોમાસું 1 જૂનના રોજ કેરળના કિનારા સાથે ટકરાઇ જાય છે, પરંતુ IMDએ પહેલા જ સામાન્ય મોડું થવા સાથે જ તે 4 જૂન સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેમાં હજુ મોડું થતું નજરે પડી રહ્યું છે. આવો આ આર્ટિકલમાં જાણીએ તેની પાછળનું કારણ શું છે.

ચોમાસામાં કેમ થઈ રહ્યું છે મોડું?

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું કેરળ પહોંચવાની સ્થિતિમાં બદલાવ આવ્યો છે. IMDએ તે કેરળ પહોંચવાની તારીખ તો બતાવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હજુ 3-4 દિવસ લાગી શકે છે. IMDએ કહ્યું કે, દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર ઓછું દબાણ ક્ષેત્ર બનવાની આશા છે. તેનાથી આગામી 2 દિવાસોમાં તેની તીવ્રતા કેરળના કિનારા તરફ ચોમાસાની પ્રગતિને ગંભીર રૂપે પ્રભાવિત કરી શકે છે. ઓછા દબાવનું ક્ષેત્ર બનવાના કારણે દક્ષિણ પૂર્વ અરબ સાગર પર વાદળનું દ્રવ્યમાન વધુ સંગઠિત અને કેન્દ્રિત છે. તો કેરળ કિનારાની પાસે વાદળોમાં કોઈ કમી આવી નથી. જેના કારણે ચોમાસું મોડું થઈ રહ્યું છે.

IMDએ ચોમાસું આવવાની તારીખ બતાવી નથી, પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, કેરળમાં ચોમાસાની શરૂઆત 8-9 જૂનના રોજ થઈ શકે છે, પરંતુ તે નબળા અને સામાન્ય પ્રવેશની આશા છે. ઓછા દબાવનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં તેજ થવાની આશા છે અને મધ્ય સપ્તાહની આસપાસ વધુ મજબૂત થઈ શકે છે. અરબ સાગરમાં આ શક્તિશાળી હવામાન પ્રણાલીઓ ચોમાસાની પ્રગતિને ખરાબ કરે છે. તેના પ્રભાવમાં ચોમાસાની ધારા તટિય ભાગો સુધી તો પહોંચી શકે છે, પરંતુ પશ્ચિમી ઘાટોથી આગળ વધવા માટે તેમને સંઘર્ષ કરવો પડશે. સ્કાઈમેટે પહેલા 7 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆતની ભવિષ્યવાણી કરી હતી, જેના 3 દિવસ આગળ કે પાછળ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

કેવી રીતે નક્કી થાય છે ચોમાસું આવી ગયું?

ભારતીય હવામાન વિભાગ દેશમાં ચોમાસું આવવાની જાહેરાત ત્યારે કરવામાં આવે છે, જ્યારે કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં શરૂઆતની જાહેરાત કરનારા 8 સ્ટેશનોમાં સતત 2 દિવસ સુધી ઓછામાં ઓછો 2.5 મિમી વરસાદ થાય. આ સ્થિતિમાં IMD ચોમાસું આવવાની જાણકારી આપે છે. 8 જૂન કે 9 જૂનના રોજ એ નિર્ધારિત વરસાદ થઈ શકે છે. જો કે, શરૂઆતમાં એ નરમ અને સામાન્ય પ્રવેશ કરી શકે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.