વાજપેયી-અડવાણીના સંઘર્ષોને માટીમાં મેળવી રહી છે મોદી સરકાર, આવુ કેમ બોલ્યા આપ MP

PC: indiatvnews.com

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ મોદી સરકાર પર ખૂબ નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, બિલ લાવીને મોદી સરકાર અટલ બિહારી વાજપેયી અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કરી રહી છે. તેમના 40 વર્ષના સંઘર્ષોનું અપમાન કરી રહી છે.

લોકસભામાં પાસ થયા પછી દિલ્હી સેવા બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલ સદનમાં રજૂ કર્યું. બિલ પર ચર્ચા થઇ રહી છે. બધા સાંસદો આ બિલને લઇ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ પોતાની પાર્ટીની વાત રજૂ કરી. તેમણે બિલનો વિરોધ કરતા મોદી સરકાર પર નિશાનો સાધ્યો અને કહ્યું કે, આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીના સંઘર્ષોને માટીમાં મેળવવાનું કામ કરી રહી છે.

AAP સાંસદ રાઘવ ચડ્ઢાએ સભાપતિને સંબોધિત કરતા કહ્યું કે, અમે ન્યાય માગવા માટે તમારી પાસે આવ્યા છે. જે અમારો હક છે અમે એ માગવા આવ્યા છે. આ બિલ એક રાજકીય દગો છે. 1989થી લઇ 2015 સુધી ભાજપા દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરતી આવી છે. 1977માં જનતા પાર્ટીની સરકારે કહ્યું હતું કે તેઓ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવશે. હું ભાજપાનો 1989નો મેનિફેસ્ટો લાવ્યો છું. એટલે કે 1989થી લઇ ભાજપા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માગ કરી રહી છે.

તેમણે કહ્યું કે, 1991માં મદન લાલ ખુરાના, લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ. સતત આ લોકોએ સંઘર્ષ અને આંદોલન કર્યા. 1998-99માં ભાજપાએ ફરી તેમના મેનિફેસ્ટોમાં આ વાત કરી. અંતમાં એ દિવસ આવ્યો જ્યારે વાજપેયી સરકારના નાયબ મુખ્યમંત્રી લાલકૃષ્ણ અડવાણી સદનમાં દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાનું બિલ લઇને આવ્યા. તેમણે ત્યારે કહ્યું હતું કે દિલ્હીને અધિકાર આપવાની જરૂર છે.

રાઘવ ચડ્ઢાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 2013માં પણ ભાજપા પોતાના મોનિફેસ્ટોમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી હતી. ભાજપા સતત આ માગ કરતું આવ્યું છે. દિલ્હી સેવા બિલ માત્ર બંધારણ અને લોકતંત્રનું અપમાન નથી. આ અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મદનલાલ ખુરાના અને સુષમા સ્વરાજનું અપમાન છે. દિલ્હી સેવા બિલ ભાજપાના 40 વર્ષના સંઘર્ષને માટીમાં મેળવવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp