હવામાન વિભાગ નવા વાવાઝોડાને લઇ ચિંતામાં, 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

PC: livemint.com

ભારતમાં હાલમાં જ જરા નબળું પડેલું ચોમાસું ફરી એકવાર તેનું ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાની સ્થિતિ ઊભી થઇ છે. જેના કારણે કુલ 12 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેલંગણામાં આવનારા ત્રણ દિવસોમાં લોકોને કારણ વિના ઘરેથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

નોર્થ ઈન્ડિયામાં પણ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. ગંગા નદી પણ હાલમાં તોફાને ચઢી છે. એજ કારણ છે કે ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ હજુ પણ વર્તાઈ રહી છે.

હવામાન વિભાગે મંગળવાર માટે મુંબઈમાં ઓરેંજ એલર્ટ બહાર પાડ્યું છે. વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું ઊભું થઇ રહ્યું છે. આ વાવાઝોડુ પશ્ચિમ મધ્ય અને તેનાથી જોડાયેલ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર બન્યું છે. આ વાવાઝોડું સમુદ્રની સપાટીથી 5.8 થી 7.6 કિમી ઉપર છે. જેને કારણે 24 કલાકમાં આમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાનું અનુમાન છે.

આ રાજ્યોમાં માટે મોટું એલર્ટ

આ કારણે હવામાન વિભાગે તેલંગણા, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યાં કુલ 115.6 મિલીમીટરથી 204.4 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે 64.5 મિમીથી 115.5 મિમી સુધીના વરસાદનું અનુમાન હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના પૂર્વીય વિસ્તારો, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, અંડમાન અને નિકોબાર, મરાઠાવાડ, તટીય આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, તેલંગણા, આંતરિક કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પોંડિચેરીમાં પણ છે.

ગંગા-યમુના તોફાન પર

સમાચાર એજન્સીની રિપોર્ટ અનુસાર, મંગળવારે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 205.45 મીટર નોંધાયું છે. જે ડેંજર લેવલથી વધારે છે. લગભગ 10 દિવસ પહેલા દિલ્હીમાં લોકોએ પૂર જેવી સ્થિતિનો સામનો કર્યો છે. ફરી એકવાર દેશની કેપિટલમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. આ બંને નંદીઓ આગળ ચાલીને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોને કવર કરે છે. ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોના ડૂબવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ યમુનાની સહાયક નદી હિંડન પણ પહાડી વિસ્તારોમાં વધારે વરસાદને પગલે તોફાન મચાવી રહી છે. નોઇડા, ગાઝિયાબાદના ઘણાં વિસ્તારો આ કારણે ખાલી કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp