મોરારી બાપુએ આદિપુરુષ પર આપ્યું મોટું નિવેદન, બોલ્યા- વ્યાસપીઠ પરથી...

રામાયણ પર બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ તેના ડાયલોગ સહિતની કેટલીક બાબતોના કારણે ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે, રામાયણના કથાકાર મોરારીબાપુએ પણ આ ફિલ્મને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વ્યાસપીઠ પરથી વિનયતા સાથે કહેવા માગું છું કે તમારે રામાયણ પર કોઈ નાટક બનાવવું હોય, કોઈ ફિલ્મ બનાવવી હોય, કોઈ કથા લખવી છે, તમારું ઈન્ટરપ્રિટેશન નાખવું હોય, તો વાલ્મિકીનો આધાર લો, તુલસીદાસજીનો આધાર લો. રામાયણ સીરિયલ બની તે સમયે કરવામાં આવેલા રિસર્ચની વાત પણ તેમણે વ્યાસપીઠ પરથી કરી હતી.

મોરારીબાપુએ રામાયણ પર બનેલી ફિલ્મના વિવાદ મામલે વાત કરતા કહ્યું કે, બને તો મોરારીબાપુને પૂછો, તમને એ અહંકાર પણ લાગી શકે છે, પરંતુ મેં તેના પર કામ કર્યું છે. હું 65 વર્ષથી તેના પર કામ કરી રહ્યો છું. હું દિવંગત રામાનંદ સાગરને આદર આપું છું, તમે જ્યારે રામાયણ સીરિયલ બનાવી, ત્યારે બે વ્યક્તિઓનો મત લીધો હતો. એક તો પંડિતજી રામકિંકર મહારાજની અને બીજા સ્વયં તલગાજરડાના.. તેઓ બોલ્યા કે બાપુ અમે તમને અમુક વાત પૂછીએ છીએ તમે અમને રસ્તો બતાવો.

ત્યારબાદ તેમણે પોતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, મને છોડી દો, વાલ્મિકીને પૂછો, વાલ્મિકીજીએ આ ગ્રંથને સંશોધિત કરીને દેશ, કાળ અને પાત્રો અનુસાર (વાત કહી છે). તુલસી દાસે જે ત્રિભૂવનીય ગ્રંથ આપ્યો તેમને પૂછો. હું વિનય સાથે કહેવા માગું છું કે, શા માટે આવા વિવાદ ઉભા કરી રહ્યો છો? મોરારીબાપુએ કહ્યું કે, આ લોકો પાસે કાન હોય તો થોડું સાંભળે. આદિપુરુષ ફિલ્મ વિવાદમાં આવ્યા બાદ મેકર્સ દ્વારા તેમાં કેટલાક ફેરફારનો પણ નિર્ણય લેવાયો છે, તેમ છતા લોકો દ્વારા ફિલ્મમાં દર્શાવવામાં આવેલી બાબતો મામલે નારાજગી વ્યક્ત કરીને તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત દ્વારા ડિરેક્ટર કરવામાં આવી છે અને તેની કથા રામાયણના આધાર પરથી લેવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ અને કૃતિ સેનન છે. જે રામ અને સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ આદિપુરુષ મનોજ મુંતશિર દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા છે અને અત્યાર સુધીમાં 400 કરોડથી વધુની કમાણી કરી લેવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. ફિલ્મના વિરોધની સાથે તેના ડિરેક્ટર, એક્ટર અને લેખક સહિતના લોકોની નિંદા કરવામાં આવી રહી છે. આ સાથે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી કઈ રીતે સર્ટિફિકેટ મળી ગયું તેવા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.