મોરારી બાપુ બોલ્યા- ‘ઈન્ડિયા પ્રાચીન શબ્દ પણ..’,આદિપુરુષ વિવાદ પર પણ કરી ટિપ્પણી

PC: chitrakutdhamtalgajarda.org

ધર્મ ગુરુ મોરારી બાપુએ શનિવારે એક ખાસ કાર્યક્રમમાં સામેલ થઈને ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમણે મોક્ષ, રામકથા, સોશિયલ મીડિયાવાળા ગુરુ સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણા બધા તીર્થ મોક્ષ પ્રદાન કરનારા છે, પરંતુ મારી દૃષ્ટિમાં ઈર્ષા, દ્વેષ અને નિંદાથી મુક્ત થવું જ મોક્ષ છે. સાથે જ કહ્યું કે હું પોતાના માટે મોક્ષ માગતો નથી. હું વારંવાર જન્મ લેવા માગું છું.

રામકથા ભક્તિ દાયિકા, મુક્તિદાયિકા અને શક્તિદાયિકા છે. હું પોતાના શ્રોતાઓને કહું છું કે તેઓ જે પણ ઈચ્છે રામકથામાંથી લઈ શકે છે. મોરારી બાપુને પૂછવામાં આવ્યું કે રામકથા શું છે? તો તેમણે કહ્યું કે, રામને સાધન ન બનાવવા જોઈએ, રામ સાધ્ય હોવા જોઈએ, પરંતુ હવે તેમને સાધન બનાવી લેવામાં આવ્યા છે. રામ શું છે એ વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસ બતાવી શકે છે. આપણે પોતાની કલ્પનાઓથી શ્રીરામ અને હનુમાન બાબતે બતાવીએ તે કોઈના હિતમાં નથી.

મોરારી બાપુએ સોશિયલ મીડિયાવાળા ગુરુઓને લઈને કહ્યું કે, તેનો જવાબ એ જ લોકો સારી રીતે આપી શકે છે કે તેઓ પોતાને શું કહે છે. હું કોઈ ગુરુ નથી, હું માત્ર મોરારી બાપુ છું.હું ભવિષ્યવક્તા નથી, ન તો કોઈના મનની કોઈ વાત જાણું છું. મારા કોઈ ફોલોઅર્સ નથી. મારા માત્ર ફ્લાવર છે. એ મારી વ્યાસ વાટિકાના બધા પુષ્પ છે. શું અધ્યાત્મ વર્તમાનમાં એક ઉદ્યોગ બની ગયો છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જે તેને ધંધો સમજે છે તે ગુનો છે. ભય અને લાલચ જ લોકોને ખોટી દિશામાં લઈ જાય છે, પરંતુ અધ્યાત્મ ઉદ્યોગ નથી.

મોરારી બાપુને જ્યારે એ સવાલ પૂછવામાં આવ્યો કે શું મોદી સરકારમાં દેશ પરત પોતાની સંસ્કૃતિ તરફ આવ્યો છે? તેના જવાબમાં મોરારી બાપુએ કહ્યું કે, કેટલુંક સારું તો થઈ રહ્યું છે. વિકાસ એવો હોવો જોઈએ જે આખા સમાજને વિશ્રામ તરફ લઈ જાય. વિપક્ષી પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું છે. તેના પર તેમણે કહ્યું કે, INDIA પ્રાચીન શબ્દ છે, પરંતુ મારા મનમાં તો મારું ભારતવર્ષ છે. રાજનીતિ માટે કોઈ ગમે તે નામ રાખી લે, તેના પર મારે વધારે વાત કરવી નથી.

હાલમાં જ આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સ પર ખૂબ આપત્તિ થઈ. શું તમે પણ તેનાથી દુઃખી છો? તેના જવાબમાં મોરારી બાપુએ કહ્યું કે, દુઃખી તો નથી થયો, પરંતુ તેના પર દયા આવે છે કેમ કે રામકથા સંવાદની કથા છે. તેમાં વિવાદ થાય એવા સંવાદ કેમ નાખવામાં આવે. રામાનંદ સાગરે રામાયણ બનાવી તો તેમણે ખૂબ સમજદારીથી તેનું ચિત્રણ કર્યું. વિવાદ ઉત્પન્ન કરનારા સંવાદ ઉપયોગ ન કરવા જોઈએ.

સનાતન ધર્મમાં થનારા પ્રયોગના સવાલ પર તેમણે કહ્યું કે, આ ધર્મ એટલો ઉદાર છે કે ક્ષમા કરતો જઈ રહ્યો છે. બધા જાણે છે કે કોઈ બીજા ધર્મ માટે કહેવામાં આવે તો શું હાલત થાય છે. સનાતન વૈદિક પરંપરા છે. ધર્મ વહેતી ગંગા છે. સંપ્રદાય તેમાંથી નીકળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp