બેંક ખુલીને હાફપેન્ટમાં આવેલા 5 લૂંટારા એક્સિસ બેંકમાંથી 1.16 કરોડ લૂંટી ગયા

PC: news18.com

બિહારમામાં સનસનીખેજ લૂંટની ઘટના સામે આવી છે. બાઇક પર હાફપેન્ટમાં આવેલા લૂંટારા બેંકમાંથી બંદુકની અણીએ 1.16 કરોડ રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગયા છે. જાણવા મળેલી વિગત મુજબ મંગળવારે સવારે લગભગ 11-30 વાગ્યે લૂંટારા બેંકમાં ઘુસ્યા હતા અને ગણતરીના સમયમાં રોકડ લૂંટીને ફરાર થઇ ગયા હતા. લૂંટારા બે બાઇક પર આવ્યા હતા. આ ઘટનાને કારણે બેકીંગ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

બિહારના વૈશાલી જિલ્લામાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. અહીં પાંચ સશસ્ત્ર ગુનેગારોએ એક્સિસ બેંક લૂંટી છે. એક કરોડ રૂપિયાથી વધુની લૂંટ થયાની માહિતી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તીનપુલવા ચોકની છે.

વૈશાલી જિલ્લાના લાલગંજમાં તીનપુલવા ચોક સ્થિત એક્સિસ બેંકમાં મંગળવારે મોટી લૂંટ થઈ છે. બે બાઇક પર આવેલા પાંચ હથિયારધારી બદમાશોએ લૂંટને અંજામ આપ્યો હતો. કહેવાય છે કે બેંકમાં પ્રવેશતાની સાથે જ બદમાશોએ બેંકના CCTV કેમેરા તોડી નાખ્યા હતા. જે બાદ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

1 .16 કરોડની રકમની લૂંટ ચલાવીને બદમાશો ફરાર થઇ ગયા હતા.માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી. પોલીસ ટીમ ઘટનાને લઈને દરેક એંગલથી તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે લાલગંજ તીનપુલવા ચોકમાં ભયનો માહોલ સર્જાયો છે. થોડી જ વારમાં સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. પોલીસ લૂંટારુઓ માટે નજીકની દુકાનોના CCTV ફૂટેજ તપાસી રહી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લૂંટ દરમિયાન બદમાશો પોતાની સાથે CCTVની હાર્ડ ડિસ્ક પણ લઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેંક ખુલતાની સાથે જ પાંચ બદમાશો બે બાઇક પર ત્યાં પહોંચ્યા અને બેંકમાં લૂંટ ચલાવી. કેટલાક કર્મચારીઓએ કહ્યું કે તેઓ હમણાં જ ફિલ્ડમાંથી આવ્યા છે એટલે  તેમને આ અંગે કોઈ જાણકારી નથી.

બેંક લૂંટની ઘટનાને અંજામ આપીને બદમાશોએ પોલીસ પ્રશાસનને ખુલ્લો પડકાર આપ્યો છે. બિહારમાં બેંક લૂંટની આ પહેલી ઘટના નથી. ગયા મહિને નાલંદા જિલ્લામાં ગ્રામીણ બેંકમાંથી 14 લાખ રૂપિયા અને મુઝફ્ફરપુર જિલ્લામાં ઉત્તર બિહાર ગ્રામીણ બેંકમાંથી લગભગ 9 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp