હરદોઈમાં 13 હજારથી વધુ મૃતકો લઈ રહ્યા હતા પેન્શન, આ રીતે ખુલી પોલ

PC: bhaskar.com

સમાજ કલ્યાણ વિભાગને ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં વૃદ્ધાવસ્થા પેન્શનને લગતા વેરિફિકેશનના કામમાં મોટી વિસંગતતા જોવા મળી છે. વેરિફિકેશન દરમિયાન જાણવા મળ્યું કે, 13 હજારથી વધુ લોકો જેઓ આ દુનિયામાં હયાત નથી તેમને પણ પેન્શનનો લાભ મળી રહ્યો છે. એટલે કે તે મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ પેન્શનના પૈસા તેમના ખાતામાં જઈ રહ્યા છે.

આ સાથે 45 હજારથી વધુ એવા લાભાર્થીઓ મળી આવ્યા જેઓ પોતે આપેલા સરનામે રહેતા નથી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, આવા લોકોનું પેન્શન બ્લોક કરી દેવામાં આવ્યું છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ તેમને પેન્શન આપવામાં આવશે. વિભાગે આ તમામ પેન્શન ધારકોને તેમના આધાર કાર્ડને પ્રમાણિત કરવા જણાવ્યું છે. જ્યારે, મૃત પેન્શન ધારકોના કિસ્સામાં, સમાજ કલ્યાણ વિભાગ તેમના મૃત્યુની માહિતી એકત્રિત કરી રહ્યું છે.

વાસ્તવમાં, ઉત્તર પ્રદેશ સરકારના સમાજ કલ્યાણ વિભાગના નિર્દેશો પર, હરદોઈ જિલ્લામાં વૃદ્ધાવસ્થા પેન્શનને લઈને વેરિફિકેશનનું કામ થઈ રહ્યું છે. ચકાસણી દરમિયાન પેન્શન ધારકોનું આધાર પ્રમાણીકરણ કરવામાં આવે છે. સરકારની સૂચના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે સમાજ કલ્યાણ વિભાગને તમામ વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો.

સમાજ કલ્યાણ અધિકારી રાજમતીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં 1 લાખ 42 હજાર 495 વૃદ્ધ પેન્શન ધારકો છે. જેમાંથી અત્યાર સુધીમાં 97 હજાર 398 લોકો સંપૂર્ણ રીતે પાત્ર જણાયા છે. જ્યારે 45 હજાર 470 પેન્શન ધારકો તેમના સંબંધિત સરનામાં પર મળી શક્યા નથી. સમાજ કલ્યાણ અધિકારીના જણાવ્યા અનુસાર, 13 હજાર 803 પેન્શનરો મૃત્યુ પામ્યા હોવાની માહિતી પણ મળી છે.

તેમણે કહ્યું કે, 45 હજાર 470 પેન્શન ધારકોનું પેન્શન અટકાવી દેવામાં આવ્યું છે અને તમામને આધાર પ્રમાણિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે, તેમાં જે 13 હજાર 803 મૃત પેન્શન ધારકો મળી આવ્યા છે, તેમના વિશે વિભાગ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, તેમાંથી કેટલા લોકોની મૃત્યુ ક્યારે થયું અને તેઓના મૃત્યુ પામ્યા પછી તેમને કેટલા દિવસ સુધી વૃદ્ધાવસ્થા પેન્શનનો લાભ મળ્યો. સમાજ કલ્યાણ અધિકારીના જણાવ્યા અનુસાર, જો આવું થયું હશે તો, મૃતક પેન્શન ધારકોના ખાતામાંથી પેન્શન પાછું લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સમાજ કલ્યાણ વિભાગે વૃદ્ધાવસ્થા પેન્શનને લગતી ચકાસણીની કામગીરી 97 ટકા પૂર્ણ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp