દીકરીનું નામ રાખવા મા-બાપ લડ્યા, 3 વર્ષ નામ વગરની રહી, હાઈકોર્ટે કર્યો નિર્ણય

PC: hindi.thequint.com

કેરળમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક બાળકીના માતા-પિતા વચ્ચે તેના નામ રાખવાને લઈને મતભેદ હતો. બંને વચ્ચે ઝઘડો થતો રહ્યો. ત્રણ વર્ષ સુધી એવી લાંબી લડાઈ ચાલી કે, છોકરીનું નામ પણ ના રાખી શક્યા. આખરે મામલો કોર્ટમાં પહોંચ્યો અને કેરળ હાઈકોર્ટે છોકરીના નામ પર નિર્ણય કર્યો. હાઈકોર્ટે બાળકના નામને લઈને માતા-પિતા વચ્ચે થયેલા વિવાદનું સમાધાન થાય તે માટે, પોતે જ દીકરીનું નામ રાખી દીધું હતું. ખંડપીઠે કહ્યું કે માતા-પિતા વચ્ચેના વિવાદને ઉકેલવાના પ્રયાસોમાં સમય લાગશે અને તે દરમિયાન નામની ગેરહાજરી બાળકના કલ્યાણ અથવા શ્રેષ્ઠ હિત માટે અનુકૂળ રહેશે નહીં.

કોર્ટે કહ્યું, 'આવા અધિકારક્ષેત્રની કવાયતમાં, બાળકના કલ્યાણને સર્વોપરી માનવામાં આવે છે, નહિ કે, માતાપિતાના અધિકારોને. કોર્ટે બાળક માટે એક નામની પસંદગીનું કાર્ય કરવાનું હોય છે.'

હાઈકોર્ટે કહ્યું કે નામ પસંદ કરતી વખતે કોર્ટે બાળકના કલ્યાણ, સાંસ્કૃતિક બાબતો, માતા-પિતાના હિત અને સામાજિક ધોરણોને ધ્યાનમાં રાખવા જોઈએ. અંતિમ ઉદ્દેશ્ય બાળકની ભલાઈ માટે છે. અદાલતે એકંદર તમામ સંજોગોને ધ્યાનમાં લઈને નામ અપનાવવું જોઈએ. આમ, આ અદાલતે અરજદારના બાળક માટે નામ પસંદ કરવા માટે તેના માતાપિતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાની ફરજ પડી છે.

હાલના કિસ્સામાં, બાળકના જન્મ પ્રમાણપત્ર પર કોઈ નામ નહોતું. જ્યારે તેને શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો, ત્યારે શાળાના સત્તાવાળાઓએ તેના માટે નામનો આગ્રહ કર્યો, અને જન્મ પ્રમાણપત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો જેમાં કોઈ નામ ન હતું. સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે અરજદાર માતાએ બાળક માટે 'પુણ્ય નાયર' નામની નોંધણી કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રજિસ્ટ્રાર નામની નોંધણી કરાવવા માટે માતા-પિતા બંનેની હાજરીનો આગ્રહ રાખ્યો હતો.

પરંતુ અલગ થઇ ગયેલા માતા-પિતા આ મુદ્દે સર્વસંમતિ સાધવામાં નિષ્ફળ ગયા, કારણ કે પિતા બાળકીનું નામ 'પદ્મા નાયર' રાખવા માંગતા હતા. તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી કોર્ટે કહ્યું કે, બાળક હાલમાં માતા સાથે રહે છે, તેથી માતાના સૂચવેલા નામને યોગ્ય મહત્વ આપવું જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે પિતાનું નામ પણ સામેલ કરવું જોઈએ, કારણ કે પિતૃત્વ પણ નિર્વિવાદ હતું.

તેના આધારે કોર્ટે છોકરીનું નામ 'પુણ્યા બાલગંગાધરન નાયર' અથવા 'પુણ્યા B. નાયર' રાખ્યું હતું, અને ચુકાદો આપ્યો. હાઈકોર્ટે કહ્યું, 'નામ પર બે પક્ષકારો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે, છોકરીનું નામ પુણ્યા રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને નાયર સાથે પિતાનું નામ બાલગંગાધર પણ ઉમેરવામાં આવશે. આમ, અરજદારની પુત્રી, જેનો જન્મ 12 ફેબ્રુઆરી 2020ના રોજ ચોથા પ્રતિવાદી સાથે લગ્નજીવનથી થયો હતો, તેને 'પુણ્યા બાલગંગાધરન નાયર' અથવા 'પુણ્યા B. નાયર' તરીકે ઓળખવામાં આવે છે. કોર્ટે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp