અકસ્માતમાં મોત થતા માતાને કાંધ દેવા આવતા પુત્રનું પણ રસ્તામાં મોત, બંનેની અરથી..

મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં રૂવાડા ઊભા કરી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં એક જ ઘરથી માતા અને દીકરાની અર્થી એક સાથે ઉઠતી જોઈને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. આ આખી ઘટના રીવા જિલ્લાના ડભોરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંની રહેવાસી નરેન્દ્ર સિંહની પત્ની ગીતા સિંહ ભત્રીજા સાથે બાઇક પર સવાર થઈને જઈ રહી હતી, ત્યારે ડભોરા પેટ્રોલ પંપ નજીક બીજી બાઇકે તેને ટક્કર મારી દીધી અને અકસ્માતનો શિકાર થઈ ગઈ, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં દવાખાને દાખલ કરાવવામાં આવી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

માતાના એક્સિડન્ટના સમાચાર સાંભળીને ઈન્દોરમાં રહીને અભ્યાસ કરતો દીકરો સૂરજ સિંહ (ઉંમર 23 વર્ષ) રીવા જઈ રહ્યો હતો, પરંતુ સતના રીવા રોડ પર બેલા પાસે કારનું ટાયર ફાટવાથી કાર અનિયંત્રિત થઈને પલટી ગઈ, જેથી સૂરજનું પણ મોત થઈ ગયું. કારમાં બે અન્ય લોકો પણ સવાર હતા, જેમને સામાન્ય ઇજા થઈ છે. સ્થાનિક લોકોની જાણકારી પર પહોંચેલી પોલીસે તાત્કાલિક બધાને સારવાર માટે હૉસ્પિટલ મોકલ્યા, પરંતુ ડૉક્ટરોએ સૂરજને મૃત જાહેર કરી દીધો. ગુરુવારે સવારે પોલીસે માતા દીકરાના શબોનું પંચનામું કર્યું અને પોસ્ટમોર્ટમ બાદ શબ પરિવારજનોને સોંપી દીધું. એક જ પરિવારથી માતા અને દીકરાની અર્થી ઉઠતી જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ.

સિરમૌર ક્ષેત્રના યુવા કોંગ્રેસ નેતા ઋષભ દ્વિવેદીએ જણાવ્યું કે, સૂરજ સિંહ ચૌહાણ સાથે ત્રણ ભાઈઓ છે. તેનાથી એક નાનો તો બીજો મોટો છે. પિતા ખેતી કરે છે. 9 ઑગસ્ટે માતા ડભોરામાં દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. દીકરો પણ સમાચાર સાંભળીને ઈન્દોર આવતો હતો, પરંતુ કાળના કોળિયો બની ગયો. 10 ઑગસ્ટની સાંજે માતા અને દીકરાને એક સાથે અર્થીને કાંધ આપીને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યા. ત્યાં બંનેનું નજીક નજીકમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જો કારનું ટાયર ન ફાટતું તો સૂરજ આજે બધા વચ્ચે હોતો.

પોલીસનું કહેવું છે કે, 9 ઑગસ્ટે ડભોરા પેટ્રોલ પંપ પાસે રોડ અકસ્માત થયો છે. દુર્ઘટનામાં ગીતા સિંહ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગઈ. પ્રાથમિક સારવાર બાદ જવા CHCથી SGMH રીવા રેફર કરી દેવામાં આવી. 9 ઑગસ્ટની રાત્રે ગીતા સિંહનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. માતાના મોતના સમાચાર ઈન્દોર સ્થિત દીકરાને આપવામાં આવ્યા. તે રાત્રે જ રીવા માટે રવાના થઈ ગયો હતો. 10 ઑગસ્ટની સવારે લગભગ 7:00 વાગ્યે સતના જિલ્લાના બેલા પહોંચ્યો. આ દરમિયાન નેશનલ હાઇવે 30 પર કારનું ટાયર ફાટી ગયું. ત્યારબાદ સૂરજને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મોત થઈ ગયું હતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.