કળિયુગમાં માતા પણ કમાતા થઇ શકે, પોતાના જ પુત્રની સોપારી આપી પણ ખુલી ગયો રાજ

PC: catchnews.com

કેરળમાં મલપ્પુરમથી એક ખૂબ જ હેરાન કરનારી ઘટના સામે આવી છે. જ્યાં કેટલાક ગુંડાઓએ એક મહિલા પર હુમલો કરી દીધો. હુમલાનું કારણ પૈસાની લેવડ-દેવડ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસે જ્યારે ઘટનાની તપાસ કરી તો ખૂબ જ ચોંકાવનારી કહાની સામે આવી છે. આ જ હુમલાવરોને 2 મહિના અગાઉ પોતાના દીકરાની બાઇકમાં આગ લગાવવાનું કામ સોંપ્યું હતું, પરંતુ પૈસા ન મળવા પર ગુંડાઓ 2 મહિના બાદ હવે મહિલા પર હુમલો કરી દીધો હતો.

આ ઘટના મલપ્પુરમના મેલાત્તૂરમાં થઈ. અહી મહિલા પર હુમલાની આ ઘટના આ જ 17 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, બદમાશોએ મહિલાના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. 48 વર્ષીય નફીસા નામની મહિલા પોતાના દીકરાથી કોઈ વાતને લઈને નારાજ હતી. માતા-દીકરા વચ્ચે અણબનાવ થઈ ગયો હતો, જેના પર માતાએ દીકરાને તેના માટે ખરીદેલી બાઇક પરત કરવા કહ્યું હતું, પરંતુ જ્યારે તેના દીકરાએ બાઇક પરત કરવાની ના પડી દીધી તો તેણે બાઇક સળગાવી દેવાનો નિર્ણય લીધો.

તેણે એક પ્લાન બનાવ્યો અને પોતાના દીકરાની બાઇકને સળગાવવાનો નિર્ણય લીધો. આ કામને અંજામ આપવા માટે ગુંડાઓને પૈસાની લાલચ આપીને કામ પર લગાવી દીધા, પરંતુ આ બાબતે ચૂકવણીને લઈને આરોપીઓ અને મહિલાઓ વચ્ચે પહેલા બહેસબાજી થઈ અને પછી તેઓ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન એ બદમાશોએ મહિલા પર પ્રહાર કરી દીધો અને તેના ઘરમાં તોડફોડ કરી. આ મામલે હવે મહિલા સાથે સાથે હુમલાવર ગુંડા પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઑગસ્ટમાં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પિતાએ પોતાના 27 વર્ષીય એકમાત્ર દીકરાને 5 લાખ રૂપિયાની સુપારી આપીને હત્યા કરી દીધી. પહેલા કિલર સાથે મળીને દીકરાને દારૂ પીવાડ્યો, પછી સુપારી કિલરે ગમછાથી ગળું દબાવી દીધું. ત્યારબાદ બંનેએ શબને હિંદન નદીમાં ફેંકી દીધું. કોઈને શંકા ન થાય એટલે પિતાએ મોબાઈલ, બાઇક, બાઇકની નંબર પ્લેટને અલગ અલગ જગ્યાઓ ઠેકાણે લગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp