સાસુએ શૂટર પાસે કરાવી વહૂની હત્યા, કારણ જાણીને હેરાન રહી જશો

PC: india.postsen.com

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાથી એક મહિલાએ પોતાની જ વહૂની શૂટર પાસે હત્યા કરાવી દીધી, જ્યારે હત્યાનો ખુલાસો થયો તો પોલીસ હેરાન રહી ગઈ. પોલીસે હત્યાના આરોપીઓ સાથે મૃતિકા મહિલાની સાસુની પણ ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, સાસુએ જ વહૂની હત્યા કરાવવા માટે એક લાખ રૂપિયાની સુપારી આપી હતી. સાસુએ હત્યા પાછળના કારણો બતાવ્યા છે, જેને જાણીને તમે હેરાન રહી જશો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નોઇડામાં ગત 5 સપ્ટેમ્બરના રોજ બાદલપુર વિસ્તારના છપરોલામાં ધોળાદિવસે ઘરમાં ઘૂસીને 27 વર્ષીય સોનીની હત્યા કરી દેવામાં આવી હતી.

જેનાથી સોનીનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજના આધાર પર તપાસ શરૂ કરી દીધી. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. તપાસ દરમિયાન નોઇડા પોલીસને ખબર પડી કે સોનીના બે લગ્ન થયા છે. એવામાં પોલીસ પ્રેમ પ્રસંગનો મામલો સમજીને તપાસ કરવા લાગી, પરંતુ જ્યારે બંને બદમાશોની ધરપકડ કારરવામાં આવી તો એવો ખુલાસો થયો. જેને જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ. બદમાશોએ જણાવ્યું કે, મહિલાની હત્યા તેની સાસુ ગીતાના કહેવા પર કરવામાં આવી છે.

એટલું જ નહીં, પરંતુ સાસુએ 2 શાર્પ શૂટરોને એક લાખ રૂપિયા આપીને હાયર કર્યા હતા. સાસુનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી. આ ઘટના પર DCP સેન્ટ્રલ નોઇડા સુનીતિએ જણાવ્યું કે, સોનીની હત્યા તેના બીજા પતિ મૌસમની માતા ગીતા દેવીએ એક લાખ રૂપિયાની સુપારી આપીને કરાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, સોની પહેલા પતિ વિનોદથી અલગ થયા બાદ પોતાના બીજા પતિ મૌસમ સાથે રહેતી હતી, જ્યારે આ વાતની જાણકારી તેના પહેલા પતિને નહોતી.

ધરપકડ બાદ સોનીની સાસુએ જણાવ્યું કે, પહેલાથી પરિણીત હોવા છતા પણ તે મારા દીકરા સાથે રહેતી હતી. ગીતા દેવીનું કહેવું છે કે તેનો દીકરો કમાણીનો પૂરો હિસ્સો સોની અને તેની દીકરી પર ખર્ચ કરી દેતો હતો, જેના કારણે તે નિરાશ હતી. એવામાં તેણે વહૂની હત્યાનું ષડયંત્ર રચ્યું. હાલમાં બંને આરોપીઓ સાથે મૃતક મહિલાની સાસુની પોલીસે ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp