10 સંતાનોની માતાનું એક કુંવારા પર આવ્યું દિલ, ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

PC: aajtak.in

લગ્નની સીઝન ફરી એક વખત શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક અનોખા લગ્નની ઘટના સામે આવી છે. ગોરખપુરના દદરી ગામમાં 42 વર્ષની મહિલાના બીજા લગ્ન ગ્રામજનોએ તેના પ્રેમી સાથે કરાવી દેવામાં આવ્યા. મહિલાના પહેલા પતિનું બીમારીથી મોત થઈ ચૂક્યું છે. પહેલા પતિથી મહિલાના કુલ 10 સંતાન હતા, જેમાં 4 દીકરીઓ અને 6 દીકરા સામેલ છે. જિલ્લાના બડહલગંજના દદરી વિસ્તારની આ આખી ઘટના છે.

ગામની 42 વર્ષીય સોની દેવીના પતિ વિજય શર્માનું 6 વર્ષ અગાઉ મોત થઈ ગયું હતું. પતિના મોત બાદ કુલ 10 બાળકોની જવાબદારી સોની દેવીના માથે આવી પડી હતી. તેમાં 4 ખેલાડીઓ અને 6 છોકરા સામેલ છે. સોની દેવીની સૌથી મોટી દીકરીની ઉંમર 22 વર્ષ છે. ત્યારબાદ વિધવા સોની દેવી કોઈક સ્થાનિક ગુરુકુળ પી.જી. કૉલેજમાં નાનું-મોટું કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા લાગી. આ દરમિયાન દેવરિયા જિલ્લાના રહેવાસી બાલેન્દ્ર ઉર્ફ બલઈ (ઉંમર 40 વર્ષ)ની મુલાકાત સોની દેવી સાથે થઈ.

જોત જોતામાં ઉંમરના આ પડાવ પર બંને વચ્ચે નજીકતા વધવા લાગી અને બંને છેલ્લા 5 વર્ષથી એક-બીજાને મળતા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ તેમના સંબંધો પર આપત્તિ દર્શાવી તો તેના પર ગ્રામજનોએ પંચાયત બોલાવી. જેમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે કેમ નહીં બંનેના લગ્ન કરાવી દેવામાં અવે. તો તેની સાથે સાથે અનાથ 10 બાળકોને પણ પિતાનો પ્રેમ અને તેની છત્રછાયા મળી જાય. સર્વસંમતિથી નિર્ણય લઈને ગ્રામજનોએ આ બંનેના લગ્ન કરાવી દીધા. હવે આ આખી ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તો લોકો આ નેક કાર્ય માટે ગ્રામજનોના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

શુક્રવારે શિવ મંદિર પર સોની અને બાલેન્દ્રના સંક્ષિપ્ત લગ્ન કરાવી દેવામાં આવ્યા. સાથે જ તેને વિદાઈમાં ગ્રામજનો તરફથી ભેટ પણ આપવામાં આવી. બંને પતિ-પત્નીનું કહેવું છે કે, આ લગ્ન બાદ અમે ખૂબ જ ખુશ છીએ. બાળકો સાથે નવા જીવનની શરૂઆત કરીશું. અમે સરપંચ સહિત શાળાના સંચાલક અને બધા ગ્રામજનોનો આભાર માનીએ છીએ કે બધાએ આમારો સહયોગ કર્યો. તો લગ્ન બાદ સંતાનોનું કહેવું છે કે, માતાની વાપસી અને માથે પિતાનો છાંયો મળ્યા બાદ આમને ખૂબ ખુશી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp