બાળકોને ઘરે આવીને ભણાવતા ટ્યુશન ટીચર સાથે પ્રેમ થતા પરિણીત મહિલા ફરાર

PC: aajtak.in

બાળકોને ઘરે આવીને ટ્યુશન ભણાવતા એક શિક્ષક પર પરિણીત મહિલાનું દિલ આવી ગયું. બંને વચ્ચે પ્રેમનો પરવાનો એવો ચડ્યો કે પતિને છોડીને 2 બાળકોની માતા પોતાના પ્રેમી ટીચર સાથે ફરાર થઈ ગઈ. પીડિત પતિ હવે પોતાના બાળકો અને પત્નીને પરત મેળવવા માટે પોલીસ પાસે વિનંતી કરી રહ્યો છે. બિહારના દરભંગા જિલ્લાના બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અજીત કુમારની પત્ની ગોલ્ડી અને 2 બાળકોને શહેરમાં ભાડાનું મકાન લઈને રાખ્યા જેથી બાળકોને સારું શિક્ષણ મળી શકે.

અજીતે પોતાના બંને સંતાનોને ખાનગી શાળામાં દાખલ કરાવ્યા અને ઘર પર ભણાવવા માટે એક ખાનગી શિક્ષણ રવિ કુમારને પણ લગાવી દીધો. પોતે અજીત પટનામાં રહીને નોકરી કરવા લાગ્યો, જેથી પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે. આ દરમિયાન અચાનક ગત 18 મેના રોજ બંને બાળકો સાથે મહિલા ગાયબ થઈ ગઈ. તેની જાણકારી કોઈ પરિવરાજને પટનામાં નોકરી કરતા અજીતને આપી. અજીત હાંફડો-ફાફડો થઈને દરભંગા પહોંચ્યો. બધી તરફથી પત્ની અને બાળકોની શોધખોળ કરવામાં આવી, પરંતુ સફળતા ન મળી.

આ દરમિયાન ખબર પડી કે બાળકોને ભણાવતો શિક્ષક રવિ કુમાર પણ એ જ દિવસે પોતાના ઘરથી ગુમ થયો છે. ત્યારે બંનેના પ્રેમની કહાની સામે આવી. ત્યારબાદ પીડિત પતિએ આ બાબતની જાણકારી બહાદુરપુર પોલીસ સ્ટેશનને આપી. 25 મેના રોજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. પોલીસ હવે મહિલા અને તેના પ્રેમી મોબાઈલ લોકેશનના આધાર પર તપાસ કરી રહી છે. આખી ઘટનામાં પોલીસ હાલમાં તપાસની વાત કહીને કેમેરા પર કંઈ પણ બોલવા તૈયાર નથી.

એક રિપોર્ટ મુજબ, અજીત કુમાર મુઝફ્ફરપુર જિલ્લાના ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. અજીત કુમારના લગ્ન વર્ષ 2010માં દરભંગા જિલ્લાના પટોરીના રહેવાસી રવિ ચૌધરીની પુત્રી ગોલ્ડી સાથે થયા હતા. લગ્ન બાદ અજીત અને ગોલ્ડીના 2 સંતાન થયા. અજીત કુમાર પોતાના પરિવારના પાલન-પોષણ માટે નોકરી કરવા લાગ્યો. ત્યારબાદ તેણે પત્ની અને પોતાના બાળકોના અભ્યાસ માટે દરભંગા રાખ્યા. આ દરમિયાન ગોલ્ડી કોઈ છોકરાના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ અને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. પતિ અજીત કુમારે 18 મેના રોજ તેની સાસુને જણાવ્યું હતું કે, તેમની દીકરી ગોલ્ડી સવારે સવારે પોતાના બાળકો સાથે ઘરથી નીકળી છે.

પીડિત પતિ અજીત કુમારે જણાવ્યું કે, પત્ની જાલેનો રહેવાસી પ્રત્યુષ ઉર્ફ રવિ જે પુપરી ચંદોલી ગામનો રહેવાસી છે, જેની સાથે તે ભાગી ગઈ. અજીત જ્યારે પટનાથી દરભંગા પહોંચ્યો તો જોયું કે બધો સામાન વિખેરાયેલો પડ્યો છે. 25 હજાર રોકડ અને ઘરમાં રાખેલા ઘરેણાં લઈને ગોલ્ડી ફરાર થઈ ગઈ. અજીત આ વાતની જાણકારી પોલીસને આપી. અજીતે જણાવ્યું કે FIR નોંધાયા બાદ પણ અત્યાર સુધી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થઈ શકી નથી. તે પોલીસ સ્ટેશનથી લઈને વરિષ્ઠ અધિકારીની ઑફિસોના ચક્કર લગાવી રહ્યો છે. પત્ની અને બાળકોની સકુશળ વાપસીની માગને લઈને વિનંતી કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp