માએ 14 વર્ષના પુત્રનું ગળું દબાવ્યું,પલંગ પર મૃતદેહની બાજુમાં જ આરામથી બેઠી હતી

રાજસ્થાનના ઉદયપુરમાં આજે એક સનસનીખેજ ઘટના બની હતી. તેમાં એક મહિલાએ પોતાના જ 14 વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવામાં આવે છે. મૃતક માસૂમના પિતાના રિપોર્ટના આધારે પોલીસે તેની માતાને કસ્ટડીમાં લીધી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
રાજસ્થાનના ઉદયપુરથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આજે સવારે એક માતાએ તેના 14 વર્ષના સગીર પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યાની આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. હત્યાનો ભોગ બનનાર માસૂમના પિતાએ તેની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. આ ઘટના ઉદયપુરના અંબામાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. હત્યાનો આરોપી મહિલા માનસિક રીતે નબળી હોવાનું કહેવાય છે.
અંબામાતા પોલીસના જણાવ્યા અનુસાર, દીપક પારીખે આ અંગે કેસ નોંધ્યો છે. તેણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, તે રવિવારે સવારે મોર્નિંગ વોક માટે ગયો હતો. તેની પત્ની અને પુત્ર જ બંને એકલા ઘરે હતા. તેની પત્ની માનસિક રીતે અસ્વસ્થ ચાલી રહી છે. તેના નીકળી ગયા પછી પત્નીએ પુત્રને કપડાથી બાંધીને તેની હત્યા કરી હતી. તે મોર્નિંગ વોક કરીને પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો.
તેણે તેના પડોશીઓની મદદથી બાલ્કનીનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેણે જોયું કે, તેની પત્ની આરામથી બેઠી હતી. મહિલાથી થોડે દૂર બેડ પર પુત્રની લાશ પડી હતી. તેના ગળા પર દોરડાના નિશાન પણ હતા. બેડ પાસે 2 દોરડાના ટુકડા પણ પડ્યા હતા. ત્યાર પછી આ ઘટના અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. આની સૂચના મળતાં જ અંબામાતા પોલીસ અધિકારી હનુવંત સિંહ રાજપુરોહિત સાથેની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, તેઓએ ત્યાંથી મૃતદેહને ઉપાડીને MB હોસ્પિટલના શબઘરમાં મુકાવ્યો હતો.
આરોપી મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ મહિલાની પૃષ્ઠભૂમિની તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે દિપક પારીખના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસમાં વ્યસ્ત છે. માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા પછી સ્વજનોને સોંપી દેવામાં આવ્યો છે. આ ઘટના વિશે જે કોઈએ પણ સાંભળ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયું. રાજસ્થાનમાં આ અગાઉ પણ આવો જ એક કિસ્સો સામે આવી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp