બપોર સુધી AAP નેતા હતા,સાંજે BJP ઉમેદવાર, એક તબીબે તો ટિકિટ માટે નોકરી છોડી

PC: etvbharat.com

ગુરુવારે સાંજે ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 39 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પરંતુ આ 39 ઉમેદવારોમાંથી 2 ઉમેદવાર એવા છે જેમના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેમાંથી એક મંડલા જિલ્લાની બિછિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયેલા ડૉ. વિજય આનંદ મારવી છે,કારણ કે તેમણે ગુરુવારે સવારે જબલપુર મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેડન્ટના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સાંજે જ ભાજપના ઉમેદવારોની યાદીમાં તેમનું નામ જાહેર થઇ ગયું હતું. ઉપરાંત બાલાઘાટ દિલ્લાની લાંજી સીટ પરથી ઉમેદવાર જાહેર થયેલા રાજકુમારે ગુરુવારે જ આમ આદમી પાર્ટી છોડી હતી અને સાંજે તો તેમને ભાજપની ટિકીટ પણ મળી ગઇ હતી.

ગુરુવારે સાંજે ભાજપ ઉમેદવારોની યાદીમાં રાજકુમાર કર્રાહેનું નામ જોઇને બધા ચોંકી ઉઠ્યા હતા,કારણકે ભાજપના ઉમેદવાર બનાવાયાના 4 કલાક પહેલાં સુધી તો તેઓ AAPમાં હતા.ત્યાં સુધી કે મધ્ય પ્રદેશમાં આમ આદમીના જે પોસ્ટર લાગેલા છે તેમાં અરવિંદ કેજરીવાલના ફોટાની સાથે રાજકુમાર કર્રાહેનો પણ ફોટો છે.

રાજકુમાર કર્રાહેની રાજકીય કારકિર્દીની શરૂઆત લાંજી વિસ્તારના યુવા ભાજપ નેતા તરીકે થઇ હતી, એ પછી વર્ષ 2012 સુધી રાજકુમાર જનપદ પંચાયતના અધ્યક્ષ રહ્યા હતા. વર્ષ 2018માં રાજકુમાર સામે પાર્ટીની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લાગ્યો હતો. એ પછી તેમણે આમ આદમી પાર્ટી જોઇન કરી લીધી હતી. રાજકુમાર છેલ્લાં 5 વર્ષથી આદમી પાર્ટીના ચહેરા તરીકે સક્રીય રીતે કામ કરતા હતા.

ભાજપે પહેલી યાદીમાં મંડલા જિલ્લાની બિછિયા વિધાનસભાથી ડો. વિજય આનંદ મરાવીને ઉમેદવાર બનાવ્યા છે. ડો. વિજય મૂળ બિછિયાના વતની છે અને વ્યવસાયે તબીબ છે. ડોકટર વિજય જબલપુર મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેડન્ટના પદ પર હતા. પરંતુ ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી તેના થોડા કલાકો પહેલાં જ ડોકટર વિજયે રાજીનામું આપ્યું હતું. નવાઇની વાત એ છે ડો, વિજય ઉમેદવાર બન્યા પછી ભાજપના સભ્ય બન્યા હતા. ઉમેદવાર જાહેર થયા પછી તેમણે ભાજપ કાર્યાલય પર જઇને ભાજપ સભ્ય તરીકેનું ફોર્મ ભર્યુ હતું.

17 ઓગસ્ટના રોજ, ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે છત્તીસગઢ માટે 21 અને મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. મધ્યપ્રદેશમાં ભાજપે સબલગઢથી સરલા વિજેન્દર રાવત, ચાચોડાથી પ્રિયંકા મીણા, છતરપુરથી લલિતા યાદવ, જબલપુર પૂર્વ (SC)થી આંચલ સોનકર, પેટલાવાડથી નિર્મલા ભુરિયા, ઝાબુઆ (ST)થી ભાનુ ભુરિયા, ભોપાલથી આલોક શર્માને મેદાનમાં ઉતાર્યા છે. ઉત્તર અને ભોપાલ વચ્ચેથી ધ્રુવ નારાયણ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આટલી વહેલી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો પક્ષનો નિર્ણય પાંચ રાજ્યોની ચૂંટણીનું મહત્વ દર્શાવે છે.છત્તીસગઢ અને MP સિવાય રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપ માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તા પર છે અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારને તોડી પાડવા માટે તીવ્ર ઝુંબેશ ચલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp