આદિવાસીએ અધિકારીની ઓફિસમાં ઝેરી ગરોળી છોડી દીધી, કારણ જાણી લો

મધ્યપ્રદેશમાં સિસ્ટમથી નારાજ એક આદિવાસીએ PM આવાસ અને લીઝ ન મળતાં અધિકારીઓની ઓફિસે પહોંચીને  જંગલી ઝેરી ગરોળી છોડી દીધી હતી.અધિકારીઓ આ ઝેરી ગરોળી જોઇને ચોંકી ઉઠ્યા હતા.તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મીડિયાએ આ અંગે આદિવાસી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે સત્તાવાળાઓએ PM આવાસ અને લીઝ મંજૂર કર્યા નથી. સાથે વધુમાં કહ્યું કે જો તેઓ મંજૂરીનહીં આપે તો વધુ ઝેરી સાપ તેમની ઓફિસમાં છોડી દેશે. જો કે આ અંગે અધિકારીઓનું કઇંક અલગ જ કહેવું છે.

અશોક નગર જિલ્લાના ચંદેરી તાલુકામાં રહેતા તોતારામ નામના આદિવાસી વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ઘર અને કબ્જાની જમીન પર લીઝની માંગણીને લઈને સતત અધિકારીઓના ચક્કર કાપી રહ્યા હતા.

પરંતુ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા તેઓ CMO અને તહસીલદારની ઓફિસે પહોંચ્યા અને પોતાની નારાજગી એ રીતે વ્યક્ત કરી કે તેમણે પોતાના ખિસ્સામાં રાખેલી જંગલી ઝેરી ગરોળીને ચેમ્બરમાં જ છોડી દીધી હતી. આ જોઈને સ્થળ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓ હેબતાઇ ગયા હતા. થઈ ગયા હતા. ઘણી સમજાવટ પછી તોતારામે ઝેરી ગરોળીને પાછીપકડીને પોતાના ખિસ્સામાં મુકી દીધી હતી.

તોતારામ આદિવાસી ઝેરી જીવો અને સાપ પકડવાનું કામ કરે છે. તે વર્ષોથી ચંદેરીમાં જે જમીન પર રહે છે તે જમીન પર PM આવાસ યોજના હેઠળ મકાન અને લીઝની માંગણી કરતો હતો. તોતારામે કહ્યું કે, મને 12 સંતાનો છે, જેમાં 7 પુત્રી અને 5 પુત્રો છે. મારી પાસે PM આવાસ યોજનાના 1 લાખ રૂપિયા આવી ગયા છે જેનાથી મારે ઘર બનવાવાનું હતું. મેં જમીન પર મકાન બનાવવા માટે 6 ખાડા ખોદી નાંખ્યા છે તો હવે વક્ફ બોર્ડ વાળા તેમની જમીન હોવાનું કહીને મને પરેશાન કરી રહ્યા છે. વક્ફ બોર્ડની 2.5 વીધા જમીન છે, પરંતુ બાકીની જમીન મારી છે.

તોતારામે કહ્યુ કે, તંત્ર મારી વાત સાભળી રહ્યું નથી. એટલે આખરે પરેશાન થઇને મેં CMO ઓફીસમાં ઝેરી ગરોળી છોડી દીધી હતી.જો સુનાવણી નહીં થાય તો હું અધિકારીની ઓફિસમાં ઝેરી સાપ પણ છોડી દઇશ. તોતારામે કહ્યું કે, મારી પાસે એવા એવા સાપ છે જે એક ફૂંક મારી તો માણસની હાલત ખરાબ થઇ જાય.

આ આખા ઘટનાક્રમ વિશે ચંદેરી નગર પાલિકાના CMO સંતોષ સૈનીએ કહ્યુ કે, આ જમીન પર નગર પાલિકા તરફથી આવાસને મંજૂરી આપવામાં આવી હતી અને તોતારામને 1 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ આ રકમ તેણે મકાનને બદલે ખર્ચી નાંખી હતી. એ પછી નગર પાલિકાએ કાર્યવાહી કરી તો તોતારામ આવી હરકતો કરી રહ્યો છે. તેણે નગર પાલિકાના ચેરમેનની ઓફિસમાં ઝેરી ગરોળી છોડી દીધી હતી.

CMOએ એમ પણ કહ્યું કે, આ જમીન સિવાય અન્ય જગ્યાઓ શોધવામાં આવી રહી છે, જ્યાં તેમને લીઝ પર આપવામાં આવશે અને તેઓ ત્યાં ઘર બનાવશે.

આ કેસમાં તોતારામ પર વક્ફ બોર્ડની જમીન પર કબજો કરવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે CMOને પૂછવામાં આવ્યું કે આ જમીન વકફ બોર્ડની છે અને તેઓએ તેના પર કબજો કરી લીધો છે, તો પછી ત્યાં મકાન કેવી રીતે મંજૂર થયું. તેના પર તેમણે કહ્યું કે આ જૂની વાત છે, તેના વિશે તેમની પાસે કોઈ માહિતી નથી.

ચંદેરી તહસીલદાર સોનુ ગુપ્તાએ આ બાબતેજણાવ્યું કે, વ્યક્તિ લીઝ માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સંબંધિત વ્યક્તિ દ્વારા કબજે કરવામાં આવેલી જમીન વકફ બોર્ડની જમીન છે, જ્યાં તેને લીઝ આપવી શક્ય નથી, તેને અન્ય કોઈ જગ્યાએ લીઝ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે, પરંતુ તે સ્વીકારવા તૈયાર નથી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.