દરોડો પડતા 500ની 9 નોટો તલાટી ગળી ગયો, પોલીસે હાથ નાંખ્યો તો બચકું ભરી લીધું

PC: navbharattimes.indiatimes.com

મધ્ય પ્રદેશમાં લાંચ સાથે જોડાયેલી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. કટની જિલ્લામાં જબલપુર લોકાયુક્તની ટીમ લાંચની ફરિયાદ પર કાર્યવાહી કરવા પહોંચી હતી. લોકાયુક્તને સામે જોઈને પટવારી લાંચના રૂપિયા ખાઈ ગયો. તે 500 રૂપિયાની 9 નોટ એક-એક કરીને ગળી ગયો. ત્યારબાદ કોન્સ્ટેબલે તેના મોઢામાં હાથ નાખીને રૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો તો આંગળીમાં બચકું ભરી લીધું. લોકાયુક્તની ટીમ પટવારીને હૉસ્પિટલ લઈને પહોંચી હતી.

આરોપી પટવારીએ ફરિયાદી પાસે સીમાંકનના નામ પર 5 હજાર રૂપિયાની લાંચ માગી હતી. પીડિત લાંચ લઈને તેની પાસે પહોંચ્યો, જેવી જ લાંચની રકમ પકડાવવામાં આવી, બીજી તરફ લોકાયુક્તની ટીમે છાપેમારી કરી દીધી. ટીમને જોઈને લાંચ લેનાર પટવારી 500-500ની 9 નોટ એક એક કરીને ખાઈ ગયો. આ ઘટના કટની જિલ્લાના બિલહરીની છે. ફરિયાદી ચંદન લોધીએ પારિવારિક જમીનમાં વિવાદને લઈને લોકસેવા કેન્દ્રમાં અરજી કરી હતી. શાસનના દસ્તાવેજો પર ચડાવવાના નામ પર પટવારી ગજેન્દ્ર સિંહે તેની પાસેથી 5 હજાર રૂપિયાની લાંચ માગી લીધી.

અરજીકર્તાએ પોતાની ખરાબ આર્થિક સ્થિતિનો સંદર્ભ આપીને વારંવાર વિનંતી કરી, પરંતુ પટવારી ન માન્યો. ત્યારબાદ ચંદન લોધીએ જબલપુર લોકાયુક્ત કાર્યાલય પહોંચીને આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. સોમવારે જબલપુર લોકાયુક્તની 7 સભ્યોની ટીમે મળીને લાંચ લેનાર પટવારી ગજેન્દ્ર સિંહને 4 હજાર 500 રૂપિયાની લાંચ લેતા પકડી લીધો. ચાલક પટવારીએ અવસર જોયો અને લાંચમાં મળેલી નોટોને એક-એક કરીને ખાઈ ગયો. જ્યાં સુધી કોઈ કંઈ સમજે, ત્યાં સુધી પટવારીએ બધા પૈસા ગળી લીધા હતા.

ઘટનાથી આશ્ચર્યચકિત લોકાયુક્તની ટીમ પટવારીને તાત્કાલીક પોલીસ સાથે મળીને જિલ્લા હૉસ્પિટલ પહોંચી. ડૉક્ટરોના લાખ પ્રયાસો છતા એક પણ નોટ ન કાઢી શક્યા. લોકાયુક્ત ઇન્સ્પેક્ટર કમલ સિંહ ઉઈકેએ જણાવ્યું કે ફરિયાદકર્તા ચંદન લોધીની ફરિયાદ પર આજે છાપેમારી કરીને લાંચ લેનાર પટવારી ગજેન્દ્ર સિંહને 4 હજાર 500 રૂપિયા સાથે પકડ્યો, પરંતુ બધી નોટો જ ચાવી ગયો. જો કે, ટીમ પાસે વોઇસ રેકોર્ડિંગથી લઈને અન્ય પુરાવા છે, જેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી ગજેન્દ્ર સિંહ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp