પોલીસ સ્ટેશનમાં રાખેલી દારૂની 60 બોટલો પીઇ ગયા ઉંદરો, એકની ધરપકડ

PC: Lallantop.com

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાની પોલીસ લીકર પીનારાઓથી પરેશાન છે. તમે વ્યક્તિઓ સમજી રહ્યા હશો તો ખોટું સમજી રહ્યા છો. છિંદવાડાના સિટી પોલીસ સ્ટેશનના લોકો ઉંદરોથી ત્રાસેલા છે. તેમને દારૂની એવી લત લાગી છે કે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ દારૂની ડઝન બોટલો ગટકી ગયા છે. રિપોર્ટ અનુસાર, ઉંદરોએ પી-પીને 60થી વધારે બોટલો ખાલી કરી દીધી છે. હવે પોલીસે આ ઉંદરો સામે કાર્યવાહી કરતા એક ઉંદરની ધરપકડ કરી લીધી છે.

રિપોર્ટ અનુસાર, પોલીસ સ્ટેશનમાં જ્યાં જપ્ત કરવામાં આવેલો સામાન રાખવામાં આવે છે તે કાચી બિલ્ડિંગમાં છે. આ કારણે ત્યાં ઉંદરોનો ઘણો આતંક છે. પોલીસ સ્ટેશનના ટીઆઈ ઉમેશ ગોલ્હાનીએ આ વિશે જણાવ્યું કે, આ નવી વાત નથી કે ઉંદરો લીકરની બોટલોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઘણાં લોકો વ્યંગના રૂપમાં કહે છે કે ઉંદરો દારૂ પી રહ્યા છે. એવું થઇ રહ્યું છે. અમારા માલખાનામાં આવી ઘટનાઓ જોવામાં આવી છે. અમારો આ રૂમ જૂની બિલ્ડિંગમાં છે અને ઉંદરો કશેથી પણ આવવાનો રસ્તો બનાવી રાખે છે.

તેઓ આગળ કહે છે કે, જે વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે અને તેને આ માલખાનામાં રાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે દારૂ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવે છે તો તેને આ માલખાનામાં રાખવામાં આવે છે. તે કાર્ટસ અને પ્લાસ્ટિકની બોટલોમાં રહે છે. એક કેસમાં અમારે દારૂની બોટલોને કોર્ટમાં રજૂ કરવાની હતી. જ્યારે તેને લઇ જવા માટે જોઇ તો ખબર પડી કે અમુક બોટલોમાંથી દારૂ વહી ગઇ છે.

60-65 બોટલોમાંથી દારૂ પી ગયા ઉંદરો

TI ગોલ્હાનીએ જણાવ્યું કે, લગભગ 60 થી 65 દારૂની બોટલો વહી ગઇ હતી. તેને સાફ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી. ત્યાર પછી ઉંદરોને પકડવા માટે પિંજરા લાવવામાં આવ્યા. જેમાં એક ઉંદર પકડાયો પણ ખરો. પોલીસનું કહેવું છે કે, તેઓ ઉંદરોથી ખૂબ જ પરેશાન છે. સાથે જ માલખાનાને કોઇ અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની વાત ચાલી રહી છે.

તેઓ આગળ કહે છે કે, ઉંદરો માલખાનામાં રાખવામાં આવેલી અન્ય વસ્તુઓને પણ નુકસાન પહોંચાડતા રહે છે. તેઓ ઘણીવાર જરૂરી દસ્તાવેજો પણ કતરી ગયા છે. એવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેનાથી બચવા માટે તેમણે દસ્તાવેજોને સૌથી ઉપર રાખવાનું શરૂ કરી દીધું છે. ઉંદરો ગાંજાની બોરીઓ પણ ફાડી દે છે. તેનાથી બચવા માટે જપ્ત કરવામાં આવેલા ગાંજાને લોખંડના બોક્સમાં રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp