શું BJP CM ફેસ તરીકે સિંધિયાના નામનું મનોમંથન કરી રહી છે? MP કોંગ્રેસનો દાવો

મધ્ય પ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ભાવી મુખ્યમંત્રી તરીકે વર્તમાન CM શિવરાજ સિંહ ચૌહાણના નામની સાથે સાથે હવે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ ચર્ચામાં છે. સિંધિયા એકમાત્ર એવા નેતા છે જે હજુ થોડા સમય પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે, પરંતુ આટલા ઓછા સમયમાં પણ તેમનું મધ્ય પ્રદેશના CM ફેસ તરીકે વારંવાર નામ ચર્ચામાં આવી રહ્યું છે. આની પાછળ એક બે નહીં, પરંતુ અનેક એવા કારણો છે જે સિંધિયાની રાજકારણ દખલગીરી અને પાવર સેન્ટરને બતાવે છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીથી જ મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારને ફરી એકવાર સત્તાનો મોકો મળ્યો હતો.મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયા એવો ચહેરો છે જે જેમની નારાજગી અને રજામંદીને કારણે અનેક નેતાઓના નસીબ ખુલી ગયા છે. ભાજપમાં શિવરાજ સિંહ પછી CM તરીકે સિંધિયાનું નામ સૌથી ઉપર છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ કહ્યું કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દરેક મોર્ચા પર નિષ્ફળ ગયા છે. એટલે તેમને હટાવવા હવે ભાજપની મજબુરી બની ગઇ છે. એટલે MPમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે સિંધિયાના નામનું ભાજપ મનોમંથન કરી રહ્યું છે.

ભાજપ જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશની કમાન સોંપીને એક તીરથી અનેક નિશાન સાધી શકે છે. દા.ત. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પછી પાર્ટીમાં અનેક નેતાઓના નામ મુખ્યમંત્રી તરીકે સામે આવતા રહ્યા છે. પરંતુ ઇન્ટરનલ પોલિટિક્સમાં બધા એકબીજાથી વિરુદ્ધમાં ચાલી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશના રાજકારણનું એવું નામ છે કે જેને કારણે ભાજપ પાર્ટીના હરિફ નેતાઓની નારાજગીનો એક ઝાટકે અંત આવી શકે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાને ભલે રાજનીતિ વારસામાં મળી હોય, પરંતુ લોકપ્રિયતાના મામલામાં તેમણે અનેક દિગ્ગજ નેતાઓને પછડાટ આપી છે. જ્યોતિરાદિત્ય 15મી લોકસભામાં કોંગ્રેસની ટિકિટ પર ગુનાથી સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. તેમને મનમોહન સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકેની જવાબદારી પણ મળી હતી. એ પછી સિંધિયા લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. પરંતુ મધ્ય પ્રદેશમાં સત્તાનો તખ્તો પલટાયો હતો અને તેઓ જૂન 2020માં  મધ્ય પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. હાલમાં સિંધિયા PM મોદી સરકારમાં એવિએશન મંત્રી છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના સ્વ. પિતા માધવરાવ સિંધિયાનું રાજકારણ અને વારસો બંને આગળ વધારવાનું કામ કર્યું છે. કોંગ્રેસના જે નેતાઓ સ્વ. માધવરાવ સિંધિયા સાથે જોડાયેલા હતા તેઓ આજે પણ જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે છે. સિંધિયા બે દશકની કોંગ્રેસ સાથેની રાજનીતિ છોડીને ભાજપમાં સામેલ થયા તો પણ આ કોંગ્રેસ નેતાઓએ સિંધિયાનો સાથ ન છોડયો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.