સસરાને ફસાવવા વહુએ પોતાના પર કર્યા ચપ્પુથી ઘા, આ રીતે પકડાઇ

PC: lalluram.com

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લાના દેવલોંદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સસરા-વહુ વચ્ચે થયેલા વિવાદ પર વહુએ માણસાઇની બધી હદો પાર કરી દીધી. વહુએ ચપ્પુથી પોતાના પર ઘા કર્યા અને દોષ તેના સસરા પર ઠાલવ્યો. એટલું જ નહીં તેણે વૃદ્ધ પર ખોટો કેસ પણ દાખલ કર્યો, પણ 85 વર્ષીય વૃદ્ધ ચાલી શકતા નથી. હેરાનીની વાત એ છે કે પોલીસે પણ કેસની તપાસ વિના વહુની ફરિયાદ પર વૃદ્ધા પર કેસ દાખલ કરી દીધો. પણ સસરા દ્વારા વહુ પર ચપ્પુ વડે હુમલો કરવાના ખોટા આરોપનો ખુલાસો સીસીટીવી દ્વારા થયો.

આ મામલાને લઇ જે સીસીટીવી ફૂટેજ સામે આવી છે તેમાં જોઇ શકાય છે કે આ વિવાદમાં મહિલાએ પોતાના પર જાતે જ ચપ્પુથી ઘા કર્યા અને સસરાની ખોટી રીતે ફસાવી દીધા. આ બધાની વચ્ચે લાચાર વૃદ્ધ 130 કિમીનું અંતર કાપી શહડોલ પોલીસની મદદ માગી ન્યાયની માગ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આ કેસ આવ્યા પછી સસરાની ફરિયાદ પર વહુ અને તેના પૌત્ર સામે કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસની કાર્યવાહી પર ઘણાં સવાલ ઊભા થઇ રહ્યા છે.

85 વર્ષીય બ્રજવાસી કચેર કે જે ચાલવા ફરવામાં અસમર્થ છે, તે દુકાન ચલાવી પોતાનું જીવન વ્યતિત કરે છે. તેમની બાજુની દુકાનમાં જ તેમના દીકરાની પત્ની અને દીકરો દુકાન ચવાને છે. 25 જુલાઈના રોજ બપોરે એક ગ્રાહક બ્રજવાસીની દુકાનમાં આવે છે. આ વાતને લઇ વહુ સરલા કચેર તેના સસરા સાથે ગ્રાહકને લઇ લડવા લાગે છે. ત્યાર પછી મહિલા તેના દીકરા સાથે વૃદ્ધની દુકાન પર પહોંચી અને ગાળાગાળી કરવા લાગી. સાથે જ દીકરા સાથે મળી મારપીટ પણ કરી.

ત્યાર પછી આસપાસના લોકો બચાવમાં આવ્યા. આ દરમિયાન મહિલાએ દુકાનની સામે પોતાના શરીર પર ચપ્પુથી ઘા કર્યા અને પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરાવી કે સસરાએ તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો.

મહિલાની ફરિયાદ પર દેવલોંદ પોલીસે 85 વર્ષીય વૃદ્ધ સામે કેસ દાખલ કરી દીધો. પણ સસરા દ્વારા વહુ પર ચપ્પુથી ઘા કરવાના ખોટા કેસનો ખુલાસો ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીએ ખોલી દીધો. સસરાએ આ મામલાનો સીસીટીવી ફૂટેજ પોલીસ અધિકારીઓને દેખાડ્યો. પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આ કેસ આવ્યા પછી સસરાની ફરિયાદ પર વહૂ અને તેના દીકરા સામે ધારા 452,294,504,506,34 હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp