MP: મૃતદેહોને કચરા ગાડીમાં લઇ જવાયા, કોંગ્રેસે વીડિયો શેર કરીને કહ્યું બેશરમ...

PC: aajtak.in

મધ્ય પ્રદેશના રીવા અને સીધી જિલ્લાની વચ્ચે શુક્રવાર-શનિવારે મોડી રાત્રે ભીષણ અક્સમાત સર્જાયો હતો અને તેમાં 12 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી મધ્ય પ્રદેશે કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે નિશાન સાધ્યું છે. મૃતદેહોનો મલાજો પણ ન જળવાયો.

મધ્ય પ્રદેશના રીવા અને સીધી જિલ્લાની વચ્ચે 3 બસ દુર્ઘટનાનો શિકાર બની હતી, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 39 લોકોને ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને રીવા અને સીધી જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને મધ્ય પ્રદેશ કોંગ્રેસે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમા જોવા મળી રહ્યું છે કે કેટલાંક લોકો કચરાની ગાડીમાં મૃતદેહોને લાદી રહ્યા છે.  વીડિયો શેર કરવાની સાથે કોંગ્રેસે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધીને  લખ્યું છે કે, સીધી જિલ્લામાં રોડ અકસ્માતમાં મોતને ભેટેલા આદિવાસીઓના મૃતદેહોને કચરા ગાડીમાં ભરવામાં આવી રહ્યા છે.

બીજા એક ટ્વીટમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસે લખ્યું કે, અમિત શાહની રેલીમાં જીવ ગુમાવનારા આદિવાસીઓના અંતિમ સંસ્કાર માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સરકાર લાકડાંની વ્યવસ્થા કરાવી શકી નથી. કોંગ્રેસે લખ્યું કે CM શિવરાજ તમને આદિવાસીઓથી આટલી નફરત કેમ છે? આદિવાસીઓ પર ભરપૂર વાર, આ જ તો છે શિવરાજ સરકાર.

મધ્ય પ્રદેશના સતનામાં આયોજિત  મહાકુંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં હાજરી આપીને 3 બસ સીધી જિલ્લા પરત ફરી રહી હતી. તે વખતે 3 બસ રીવા- સતના બોર્ડર પાસે રસ્તાના કિનારા પર ઉભી હતી. તે વખતે ફુલ સ્પીડમાં જઇ રહેલી એક ટ્રકે બસને ટકકર મારી હતી. ટકકર એટલી જોરથી લાગી હતી કે આગળ ઉભી રહેલી બસ સીધા ખાઇમાં જઇને પડી હતી. કેટલાંક લોકો તો બસની નીચે આવી ગયા હતા. આ દુર્ઘટના લગભગ રાત્રે 9 વાગ્યે બની હતી.

રેસ્કયૂ કરાયેલા 33 લોકોને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા હતા. 5ને  ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. રીવાના કલેક્ટર મનોજ દાસ,SP નવનીત ભસીન, પૂર્વ મંત્રી રાજેન્દ્ર શૂક્લા હોસ્પિટલામા દાખલ લોકોની ખબર પુછવા ગયા હતા. મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp