ધોનીના ઘરમાં બાઈક અને કારનો શોરૂમ ! ચોંકી ગયા આ ક્રિકેટરો, જૂઓ વીડિયો

PC: twitter.com

ભારતીય ક્રિકેટની જ્યારે પણ વાત થાય છે ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી પહેલા આવે છે. પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટન્સીમાં ICCની ત્રણ ટ્રોફી જીતાડી છે. ધોનીની કેપ્ટન્સીને આખું ક્રિકેટ જગત માને છે. મેદાન પર જે અંદાજે તે નિર્ણયો લે છે, તેને જોઇ ચાહકો પાગલ બની જાય છે.

ધોની ભારતીય ક્રિકેટમાંથી તો નિવૃત્ત થઇ ચૂક્યો છે. છતા હજુ પણ IPLમાં CSK તરફથી તેને રમતો જોઇ શકાય છે. પણ કેપ્ટન કૂલના દિલમાં ક્રિકેટ ઉપરાંત વધુ એક પ્રેમ છે. ધોનીને બાઈક અને કારનો ખૂબ શોખ છે. જેના ઘણાં વીડિયો અને ફોટા આગળ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ધોની પાસે ઘણી વિન્ટેજ કારો અને બાઈકનું કલેક્શન છે.

ક્રિકેટ સિવાય બાઈક અને કારના શોખીન ધોનીના રાંચી સ્થિત તેના ઘરે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ અને સુનીલ જોશીએ મુલાકાત લીધી. આ બંને ખેલાડીઓએ ધોનીનું બાઈક અને કારનું કલેક્શન જોયું અને કહ્યું કે, જો કોઈ પણ વાતનો જુસ્સો હોઈ તો ધોની જેવો હોવો જોઇએ. ભારતીય ટીમમાં કોચની ભૂમિકા નિભાવી ચૂકેલા પ્રસાદે મજાકમાં કહ્યું કે આ તો બાઈક અને કારનો શોરૂમ હોઇ શકે છે.

વેંકટેશ પ્રસાદે આ વીડિયો તેના ટ્વીટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. ટ્વીટ કરતા વેંકટેશ પ્રસાદે લખ્યું, એક વ્યક્તિમાં મેં જબરદસ્ત જુસ્સો જોયો છે. શું કલેક્શન છે અને કેવો વ્યક્તિ છે MSD, આ માહીના રાંચીવાળા ઘરમાં બાઈક્સ અને કારના કલેક્શનની એક માત્ર ઝાંખી છે. માહીના આ જુસ્સાને જોઇ હું મંત્રમુગ્ધ છું.

ત્યાર બાદ વેંકટેશ પ્રસાદને પૂછવામાં આવ્યું કે રાંચીમાં આવી તમને કેવું લાગી રહ્યું છે. તેના જવાબમાં પ્રસાદે કહ્યું કે, હું રાંચીમાં ચોથીવાર આવ્યો છું. ત્યાર બાદ ધોનીના કલેક્શનને લઇ કહ્યું કે, ખરેખર ધોનીનું આ કલેક્શન ગજબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp