મુકેશ અંબાણી-પરિવારને વિદેશમાં પણ મળશે Z+ સુરક્ષા, ખર્ચ માટે સુપ્રીમનો નિર્દેશ

PC: khaberhindi.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને હવે મુંબઈની બહાર પણ Z+ સુરક્ષા મળશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આદેશ આપ્યો કે, મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ભારતમાં તેમજ વિદેશમાં Z+ સુરક્ષા કવચ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ સિક્યોરિટી કવરના ખર્ચને લઈને પણ સૂચનાઓ બહાર પાડતા કહ્યું કે, સુરક્ષાને લાગતો સમગ્ર ખર્ચ મુકેશ અંબાણી પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પોતાના ખર્ચે આપવામાં આવેલ Z+ કેટેગરીની સુરક્ષા કવચ મુંબઈ સુધી મર્યાદિત રહેશે નહીં. તેઓને સમગ્ર ભારતમાં અને વિદેશમાં મુસાફરી કરતી વખતે પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ન્યાયમૂર્તિ કૃષ્ણા મુરારી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે જણાવ્યું હતું કે, તેમને પૂરું પાડવામાં આવનાર Z+ સુરક્ષા કવચ સમગ્ર ભારતમાં આપવામાં આવશે અને મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલય દ્વારા તેની ખાતરી કરવી પડશે.

બેન્ચે કહ્યું હતું કે, જો કોઈ સુરક્ષા ખતરો હોય તો સુરક્ષા કવચને કોઈ ચોક્કસ વિસ્તાર અથવા રહેઠાણના સ્થળ સુધી મર્યાદિત કરી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે, ભારત સરકારની નીતિ મુજબ, મુકેશ અંબાણી અથવા તેમનો પરિવાર વિદેશ પ્રવાસે હોય ત્યારે પણ Z+ સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. ગૃહ મંત્રાલય દ્વારા આની ખાતરી કરવી જોઈએ. ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે, અંબાણીની દેશની અંદર અને બહાર એમ બંને જગ્યાએ બિઝનેસ પ્રવૃત્તિઓ છે. આવી સ્થિતિમાં, જો તેમની સુરક્ષાને કોઈ ચોક્કસ સ્થળ અથવા વિસ્તાર સુધી મર્યાદિત કરવામાં આવશે, તો સુરક્ષા કવચ આપવાનો મૂળ હેતુ પરાસ્ત થઈ જશે.

જ્યારે, મુકેશ અંબાણી પરિવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ અને ગૃહ મંત્રાલય દ્વારા મુકેશ અંબાણી અને તેમના પરિવાર પરના ખતરાની ધારણાને ધ્યાનમાં રાખીને ઝેડ પ્લસ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું કે, મુકેશ અંબાણી પરિવારનો દેશ અને દુનિયાભરમાં બિઝનેસ છે અને તેમનું સામાજિક કાર્ય પણ દેશ-વિદેશમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે. ધમકીની ધારણાને જોતાં, તેમની સુરક્ષા માટે ઉચ્ચતમ સ્તરનું સુરક્ષા કવચ ખુબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp