મુખ્યમંત્રી કન્યાદાન યોજના, લગ્ન પહેલા કરાયો વર્જિનિટી અને પ્રેગ્નન્સી ટેસ્ટ

PC: livelaw.in

મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં પોતાનું નામ આપનારી યુવતીઓનું વર્જિનિટી અને પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાની વાત સામે આવી છે. સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઓમકાર મરકામે મેડિકલ ટેસ્ટના નામ પર વર્જિનિટી અને પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાનો વિરોધ કર્યો છે અને રાજ્ય સરકાર પર નિશાનો સાધ્યો છે. પૂર્વ મંત્રી ઓમકાર મરકામનું કહેવું છે કે, જો સરકારે મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં એવું ટેસ્ટ કરાવવાનો જો કોઈ નિયમ બનાવ્યો છે તો તેને સાર્વજનિક કરવો જોઈએ.

સાથે જ તેમણે એવું પરીક્ષણ કરવાને જિલ્લાની યુવતીઓનું અપમાન બતાવ્યું છે. ડિંડોરી જિલ્લાના ગાડાસરઈ વિસ્તારમાં શનિવારે જિલ્લા પ્રશાસને મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ 219 યુગલોના લગ્ન કરાવ્યા, પરંતુ આ સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન માટે આવેલી કેટલીક યુવતીઓના નામ લિસ્ટમાં ન મળ્યા. ત્યારબાદ સામે આવ્યું કે, પ્રેગ્નેન્સી ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે તેમને લગ્ન સમારોહમાં સામેલ કરવામાં આવી નથી.

બચ્છર ગામની રહેવાસી એક યુવતીનું કહેવું છે કે, તેણે મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં લગ્ન કરાવવા માટે ફોર્મ ભર્યું હતું, ત્યારબાદ બજાગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેનું મેડિકલ કરાવવામાં આવ્યું. આ દરમિયાન પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ કરવામાં આવ્યું. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનું નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું. આ જ ગામની રહેવાસી અન્ય એક યુવતીનું કહેવું છે કે, તેને મેડિકલ પરીક્ષણ બાબતે કશું જ કહેવામાં આવ્યું નહોતું. છતા તેનું નામ લગ્નની લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું.

યુવતીનું કહેવું છે કે તે પૂરી તૈયારી સાથે લગ્ન કરવા માટે આયોજ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેના લગ્ન પણ ન થઈ શક્યા. ગ્રામ પંચાયતની સરપંચ મેદની મરાવીએ કહ્યું કે, તેમને ત્યારથી 6 ફોર્મ મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં લગ્ન માટે છોકરીઓનું પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવાનું યોગ્ય નથી. તો ડિંડોરીના ભારતીય જનતા પાર્ટી (BJP)ના જિલ્લા અધ્યક્ષ અવધરાજ બિલૈયાએ ઓમકાર મરકામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, પૂર્વમાં સામે આવ્યું કે, લગ્નમાં આવનારી કેટલીક છોકરીઓ પ્રેગ્નેન્ટ હોવાનું જાણવા મળ્યું એટલે ટેસ્ટ યોગ્ય છે. CMHO ડિંડોરીના ડૉક્ટર રમેશ મરાવીએ કહ્યું કે, અમને જે નિર્દેશ મળ્યા હતા, માત્ર તેનું પાલન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp