મલ્ટી લેયર સિક્યોરિટી, સુરક્ષા પાછળ એક લાખ રૂપિયા અલગથી ખર્ચ, છતાં ચોરે ચોરી કરી

PC: dlfhomes.co.in

ચોરે સુપ્રિમ કોર્ટના વકીલના ઘરેથી રોલેક્સ, બાલમેઈન, રોજર ડુબોઈસ, હુબ્લોટ, સોના અને હીરાના આભૂષણો જેવી બ્રાન્ડની ઘડિયાળો સહિત અનેક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને દાગીના સહિત લગભગ રૂ. 2 કરોડનો સામાન ચોરી લીધો હતો. પોલીસે 24 કલાકમાં તેની ધરપકડ કરી અને ચોરીનો તમામ સામાન કબજે કર્યો. આરોપીની પૂછપરછ ચાલુ છે.

દિલ્હીની DLF કિંગ્સ કોર્ટને અત્યંત સુરક્ષિત કોલોની માનવામાં આવે છે. અહીં મલ્ટી લેયર સુરક્ષાની વ્યવસ્થા છે. આ સાથે રહેવાસીઓ મહિને એક લાખ રૂપિયાનો ખર્ચ કરે છે, જેથી કોઈ ચકલું પણ અંદર ઘુસી ના જાય, તેમ છતાં ચોરે સુપ્રીમ કોર્ટના વકીલના ઘરે હાથ સાફ કર્યા હતા.

કોલોનીની સુરક્ષામાં લાગેલા સ્ટાફને ચોરી થયા પછી પણ ઘટનાની કોઈ કડી મળી ન હતી. માત્ર ચાર દિવસ ઘર બંધ હતું. સુપ્રીમ કોર્ટના વકીલ અર્શ દીપ સિંહ દિલ્હીના ચિત્તરંજન પાર્ક વિસ્તારમાં રહે છે. તે 23 ડિસેમ્બરે નાતાલની રજા મનાવવા માટે થાઈલેન્ડ ગયા હતા.

27 ડિસેમ્બરના રોજ ઘરે પરત ફર્યા, ત્યારે ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે. ચોર ઘરમાંથી મોંઘી ઘડિયાળો, મોબાઈલ, ઘરેણાં, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને રોકડ લઈ ગયા હતા. તેના કાકા હરજીત સિંહે પોલીસને જાણ કરી હતી કે, તેના ભત્રીજાના ઘરમાં ચોરી થઈ છે. તેમની કુલ કિંમત લગભગ બે કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

DCP સાઉથ ચંદન ચૌધરીના જણાવ્યા અનુસાર, ઘટનાનો ખુલાસો કરવા માટે SHO ચિત્તરંજન પાર્ક રિતેશ કુમાર શર્માના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. તેણે 40 CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા. આ દરમિયાન આરોપી દિવાલ કૂદીને કિંગ્સ કોર્ટમાં પ્રવેશતો કેમેરામાં કેદ થયો હતો.

તેની ઓળખ શોએબ ઉર્ફે લાલા તરીકે થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તે પહેલા વકીલની ઓફિસમાં કામ કરતો હતો. પોલીસે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા આઝાદપુર બસ સ્ટેન્ડ નજીકથી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપી શોએબ ડ્રગ્સનો બંધાણી છે. આ પહેલા પણ તે ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. તેણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, તેને ખબર હતી કે અર્શ દીપ સિંહ પરિવાર સાથે ક્રિસમસની રજાઓ મનાવવા વિદેશ ગયા હતા. તે ઘરની દરેક જગ્યા વિશે સારી રીતે જાણતો હતો. તેને ખબર હતી કે ઘરમાં કઈ વસ્તુઓ ક્યાં રાખવામાં આવી છે.

આરોપી પાસેથી રોલેક્સ, બાલમેઈન, રોજર ડુબોઈસ, હુબ્લોટ, સોના અને હીરાના આભૂષણો જેવી જાણીતી બ્રાન્ડની ઘડિયાળો સહિત અનેક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ઘરેણાં મળી આવ્યા છે. આરોપીની હજુ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp