સિલિન્ડર બ્લાસ્ટ થતા 100 કરતા વધુ દુકાનો બળીને થઈ રાખ

PC: abplive.com

બિહારના ગયા જિલ્લામાં સ્થિત બોધગયાના મહાબોધી મંદિરથી 500 મીટર દૂર એક મોટો અકસ્માત થયો છે. અહી મંગળવારે શાકભાજી માર્કેટમાં આગ લાગી ગઈ. આ આગે જોત જોતમાં ઘણી દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી. કહેવામાં આવી રહ્યું છે કે, અહી લગભગ 100 દુકાનો સળગીને રાખ થઈ ગઈ. તેમાં લાખોની સંપત્તિનું નુકસાન થયું છે. આગના કારણે 5 કરતા વધુ સિલિન્ડર એક એક કરીને બ્લાસ્ટ થઈ ગયા. લોકોના જણાવ્યા મુજબ, અહી ઘણા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે.

આગ લગાવવાની ઘટના બાદ સ્થાનિક લોકો ડરમાં છે. આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. રિપોર્ટ્સ મુજબ, અહી બે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી. ત્યારબાદ બીજી 3 ગાડીઓ ત્યાં પહોંચી. ફાયર ફાયટરની ટીમે પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. હાલમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું. ઉલ્લેખનીય છે કે અહી નગર પરિષદ બોધગયાના કર્મચારી હડતાળ પર છે. આ કારણે શહેરમાં આમ તેમ કચરો જમા થઈ ગયો છે.

લોકોનું કહેવું છે કે શહેરમાં પડેલા કચરામાં કોઈએ આગ લગાવી દીધી. ત્યારબાદ આ આગ ધીરે ધીરે શાકભાજી માર્કેટ સુધી પહોંચી ગઈ. અહી લગભગ 100 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ. આગ લાગવાની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ વોટર સપ્લાઈ પાઈપથી પાણી ન નીકળ્યું. આ કારણે બીજી ફાયર વિભાગની ગાડીઓને બોલાવવામાં આવી. લોકોના જણાવ્યા મુજબ 5 કરતા વધુ સિલિન્ડર ફાટ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાની જાણકારી મળી નથી.

ઘટનાસ્થળ પર ઉપસ્થિત એક સ્થાનિક દુકાનદાર ઇમ્તિયાઝે જણાવ્યું કે, શાકભાજી માર્કેટ પાસે ફાસ્ટ ફૂડની ઘણી દુકાનો ખૂલે છે. તેની અંદર રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધી 7 બોમ્બ જેવા બ્લાસ્ટના અવાજ આવ્યા છે. બોધગયા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ રૂપેશ કુમારે જણાવ્યું કે, આગ લાગવાની જાણકરી પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકો બતાવી રહ્યા છે કે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. હાલમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp