એરહોસ્ટેસની હત્યાના આરોપીનું પોલીસ સ્ટેશનમાં મોત,પેન્ટના ફંદા પર લટકેલો મળ્યો

PC: freepressjournal.in

ટ્રેની એર હૉસ્ટેસ રૂપલ ઓગરેની હત્યાનો આરોપી મુંબઈ પોલીસના લોકઅપમાં મૃત હાલતમાં મળ્યો. શુક્રવારે સવારે અંધેરી પોલીસ સ્ટેશનના ટોયલેટમાં પોતાના પેન્ટથી બનેલા ફંદા પર ઝુલતો દેખાયો. પોલીસ કસ્ટડીમાં આરોપીની આત્મહત્યાના આ શંકાસ્પદ ઘટનાથી સનસની ફેલાઈ ગઈ છે. 24 વર્ષીય રૂપલ ઓગરેની ગત રવિવારે મોડી રાત્રે અંધેરીના મરોલ વિસ્તારમાં એક ભાડાના ફ્લેટમાં ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. તે છત્તીસગઢના રાયપુરની રહેવાસી હતી અને પ્રમુખ પ્રાઇવેટ એરલાઇનમાં ટ્રેનિંગ માટે આ વર્ષે એપ્રિલમાં મુંબઈ પહોંચી હતી.

જે આવાસીય સોસાયટીમાં પીડિતા રહેતી હતી, ત્યાં એક વર્ષ અગાઉ હાઉસકીપિંગનું કામ કરનારા વિક્રમ અઠવાલ (ઉંમર 40 વર્ષ)ની તેની હત્યાના આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. એક સ્થાનિક કોર્ટે આરોપીને 8 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. તપાસ દરમિયાન પોલીસે ગુનાના સમયે પહેરેલા કપડાં સાથે સાથે આરોપીને ટ્રેની એરહોસ્ટેસને મારવા માટે ઉપયોગ કરાયેલા છરાને પણ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હાઉસકીપિંગનું કામ કરનારા વિક્રમ અઠવાલ અને રૂપલ નાની નાની વાતો પર બહેસ કરતા હતા. આ કારણે વિક્રમ કચરાનો બેગ લેવા અને કમોડ સાફ કરવાના બહાને ફ્લેટમાં ઘૂસ્યો અને પછી રૂપલની હત્યા કરીને ફરાર થઈ ગયો.

જો કે, પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 8 સપ્ટેમ્બર સુધી આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિક્રમ અઠવાલ પરિણીત હતો અને તેની બે દીકરીઓ છે. છત્તીસગઢની રાજધાની રાયપુરના ન્યૂ રાજેન્દ્રનગર વિસ્તારમાં રહેનારી ચંદ્રિકા ઓગરે રિટાયર્ડ સિવિલ એન્જિનેર છે. તેની 3 દીકરીઓ અને એક દીકરો છે. સૌથી નાની દીકરી રૂપલ ગત દીવસોમાં મુંબઇમાં એર હોસ્ટેસની ટ્રેનિંગ લેવા પહોંચી હતી, જેની મુંબઇમાં થોડા દિવસ અગાઉ ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી.

રૂપલે પોતાનું શિક્ષણ રાયપુરથી જ પૂરું કર્યું હતું. 12માં ધોરણ સુધી રાયપુરની KPS સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ હાયર એજ્યુકેશન ચંડીગઢથી કર્યું. પરિવારજનોએ જણાવ્યું કે, રૂપલ ખૂબ જ શાંત સ્વભાવની હતી. પોતાના મિત્રો સાથે મળીને ચાલતી હતી અને પોતાના પરિવારની લાડકી હતી. રૂપલ 6 મહિના અગાઉ જ એક પ્રાઇવેટ એરલાઇન કંપની સાથે ઇન ફ્લાઇટ ક્રૂ ટ્રેનિંગ કોર્સ માટે મુંબઈ આવી હતી. પવઈ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, રૂપલ પોતાની બહેન અને તેના બોયફ્રેન્ડ સાથે ફ્લેટમાં રહેતી હતી.

તે બંને શહેરથી બહાર ગયા હતા અને ફ્લેટ પર માત્ર રૂપલ જ હતી. જ્યારે રૂપલે પોતાના પરિવારના સભ્યોના ફોન કૉલનો જવાબ ન આપ્યો તો તેમણે મુંબઇમાં તેના સ્થાનિક મિત્રો સાથે સંપર્ક કર્યો અને તેમણે ફ્લેટ પર જવા કહ્યું. જ્યાં મિત્ર ત્યાં પહોંચ્યા તો તેમણે ફ્લેટ અંદરથી બંધ જોયો અને ડોરબેલનો જવાબ પણ કોઈએ ન આપ્યો. ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જેની મદદથી બીજી ચાવીનો પ્રયોગ કરીને ફ્લેટ ખોલવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે, રૂપલનું ગળું કાપેલું હતું અને તે જમીન પર લોહીલુહાણ પડેલી હતી. થોડા કલાકોની અંદર ટેક ઇન્ટેલ અને પારંપરિક રીતોનો ઉપયોગ કરીને પોલીસે આરોપી વિક્રમની ધરપકડ કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp