બુકના પાનામાં ડૉલર, અંડર ગારમેન્ટમાં સોનાની પેસ્ટ, એરપોર્ટ પર 2 પકડાયા

PC: abplive.com

મુંબઇ એરપોર્ટ પર બે દાણચોરોને કસ્ટમ વિભાગે પકડી પાડ્યા છે અને તેમની પાસેના પુસ્તકો અને અંડર ગારમેન્ટસમાં છુપાવેલા ડૉલર અને ગોલ્ડ પેસ્ટ કબ્જે કરવામાં આવી છે. અધિકારીઓ બંને આરોપીઓની પુછપરછ કરી રહી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. મોટી કાર્યવાહી કરતા કસ્ટમ વિભાગે અલગ-અલગ કેસમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. જાણવા મળેલી માહિતી મુજબ, કસ્ટમ વિભાગે શંકાના આધારે બે યાત્રિઓની પુછપરછ કરી હતી, જેમાં તેમની પાસેના પુસ્તકોના પાના ઉથલાવ્યા તો તેમાંથી ડૉલર નિકળ્યા હતા અને બંનેના અંડર ગારમેન્ટસમાં સોનાની પેસ્ટ છુપાવેલી મળી આવી હતી. બંને વિદેશી નાગરિકોની ધરપકડ કરીને પોલીસે ડૉલર અને ગોલ્ડ પેસ્ટ કબ્જે કરી છે. બંનેની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડૉલર અને ગોલ્ડ પેસ્ટ કોને પહોંચાડવાની હતી એ બધી બાબતોની માહિતી મેળવવામાં આવી રહી છે.

ન્યૂઝ એજન્સી ANIના એક અહેવાલ મુજબ, 22 અને 23 જાન્યુઆરીએ મુંબઈ એરપોર્ટ કસ્ટમે બે અલગ-અલગ કેસમાં શંકાસ્પદ જણાતા બે વિદેશી નાગરિકોને રોકીને તલાશી લીધી હતી. આ પછી, તેઓએ બંને પાસેથી પેસ્ટના રૂપમાં 90,000 અમેરિકન ડૉલર અને 2.5 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. વિદેશી યાત્રીઓના પુસ્તકો અને અંડરગારમેન્ટ બંનેમાં આ વસ્તુઓ છુપાયેલી હતી. 

અગાઉ DRIની ટીમે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી, જેમાં તેમની પાસેથી આઠ કિલો હેરોઈન મળી આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 40 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.

DRIની ટીમે તેના સૂત્રો પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. મુંબઈ એરપોર્ટ પર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. ગયા વર્ષે 21 નવેમ્બરે NCBએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે તેણે મુંબઈમાંથી એક મહિલા સહિત બે વિદેશી નાગરિકોની કોકેઈન સાથે ધરપકડ કરી હતી.

એરપોર્ટ પરથી દાણચોરી થતી હોવાના કિસ્સા અનેક વખત સામે આવતા રહેતા હોય છે. પરંતુ હમણાં છેલ્લાં કેટલાંક સમયથી દાણચોરી કરનારાઓ જાતજાતની તરકીબનો ઉપયોગ કરી રહ્યા છે. અમૂક ટ્રીક તો એવી હોય છે જે જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp