વીડિયોમાં ચહેરો દેખાતો નહોતો, પણ ટેટૂને કારણે પકડાઇ ગયો રેપિસ્ટ

PC: toptrendsguide.com

આજના સમયમાં આરોપી હવે લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહી શકતા નથી. આધુનિક સમયમાં CCTV કેમેરાના કારણે પોલીસને આરોપીઓને પકડવામાં સરળતા રહે છે, પરંતુ ક્યારે આરોપીઓએ શરીર ઉપર બનાવેલા ટેટૂ પણ તેમને જેલના સળિયા ગણતા કરી દે છે. આવી જ એક ઘટના મુંબઈમાં બની છે. મહિલા ઉપર દુષ્કર્મ કરનારો આરોપી હવે જેલની હવા ખાશે. આ સમગ્ર ઘટના એવી છે કે, મુંબઈની એક હૉસ્પિટલમાં એક મહિલાને નાશીલો પદાર્થ આપીને તેની સાથે દુષ્કર્મ કરનારા એક કર્મચારીને મુંબઈની કોર્ટે 15 વર્ષની કેદની સજા સંભળાવી છે. 31 વર્ષના આ કર્મચારીએ બેભાન હાલતમાં પોતાનું મોઢુ છુપાવીને મહિલાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

હૉસ્પિટલના એક કર્મચારીએ હૉસ્પિટલમાં જ કામ કરતી એક મહિલાને નશીલો પદાર્થ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમજ પોતાનું મોઢું છુપાવીને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જ્યારે મહિલાએ વીડિયો જોયો ત્યારે તેમાં દુષ્કર્મ કરનાર વ્યક્તિનું મોઢું દેખાતું નહોતું, પરંતુ મહિલા કર્મચારીએ તે વ્યક્તિના અંગુઠા ઉપર બનાવેલા ટેટૂ ઉપરથી તે વ્યક્તિને ઓળખી લીધો અને સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ કરી હતી. કર્મચારી મહિલાનો વીડિયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો.

પોલીસને કરેલી ફરિયાદ મુજબ 2014મા મહિલા મુંબઈની એક હૉસ્પિટલમાં કામ કરતી હતી. દુષ્કર્મ કરનારો કર્મચારી પણ તે હૉસ્પિટલમાં કામ કરતો હતો. 29 જુલાઈ 2015ના રોજ કર્મચારી સંદેશ સદાનંદ ચિખલેએ મહિલાને સારા પગાર સાથે બીજી હૉસ્પિટલમાં નોકરી આપવાની લાલચ આપી. ત્યારબાદ 5 ઓગસ્ટ 2015ના રોજ ચિખલેની સાથે થાણે જતી રહી. તે મુંબઈ રેલ્વે સ્ટેશન બહાર તેને મળી ચિખલે પોતાના બાઈક ઉપર તે મહિલાને થાણેની એક હૉટલમાં લઇ ગયો.

જ્યાં તેણે મહિલાને કોઈ નશીલો પદાર્થ કોલ્ડડ્રીંક્સમાં પીવડાવી દીધો. તેનાથી મહિલા બેભાન થઇ ગઈ. આ પછી ચિખલેએ દુષ્કર્મ કર્યું. ચિખલેએ પોતાનું મોઢું છુપાવીને તેનો વીડિયો પણ બનવી લીધો. આ સમગ્ર કેસમાં મુંબઈની એક ખાસ કોર્ટે આરોપીને દુષ્કર્મના કેસમાં દોષી જાહેર કરીને 15 વર્ષની સજા સંભળાવી હતી. કહેવાય છે કે, આરોપીઓ ગમે તેટલી સાવચેતી રાખે પરંતુ તેઓ કંઈક ભૂલતા કરી જ બેસતા હોય છે. ત્યારે આ બનાવમાં પણ આરોપીએ પોતાના શરીર ઉપર બનાવેલા ટેટૂ ઉપરથી તે ઓળખાઈ ગયો હતો અને હવે કોર્ટે તે આરોપીને 15 વર્ષની સજા પણ સંભળાવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp