MBA ચાયવાલા બાદ, ઓડી ચાવાળો સોશિયલ મીડિયામાં વાયરલ, 60 લાખની ગાડીમાં વેચે છે ચા

એક તરફ જ્યાં સતત તાપમાનનો પારો હાઈ થતો જઈ રહ્યો છે અને ગરમી વધતી જઈ રહી છે. ત્યાં બીજી તરફ લોકોનો ચા પ્રત્યેનો પ્રેમ અને લગાવ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યા. દેશભરના લગભગ દરેક ખૂણામાં આપણને ચાની સેંકડો દુકાનો, સ્ટોલ, લારી દેખાય જ આવે છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમા એક વ્યક્તિની ચાની દુકાનને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે.
સામાન્યરીતે જ્યાં મોટાભાગના લોકો રસ્તાના કિનારે લારી કે સ્ટોલ પર ચાની દુકાન ચલાવતા દેખાય છે. ત્યાં બીજી તરફ એક વ્યક્તિ ચા વેચવા માટે લક્ઝરી કાર ઓડીનો ઉપયોગ કરતો દેખાઈ રહ્યો છે. જેના કારણે આ વ્યક્તિ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ સતત શેર કરતા અને ફની રિએક્શન આપતા દેખાઈ રહ્યા છે.
હાલન સમયમાં ચા વેચવી ઘણા બધા લોકો માટે એક વૈકલ્પિક કરિયર વિકલ્પ બનતો જઈ રહ્યો છે. એમબીએ ચાયવાલા, બીટેક ચાયવાલી અને ક્રિપ્ટોકરન્સી સ્વીકાર કરનારા ચાવાળા બાદ હવે મુંબઈનો ઓડી ચાવાળો હાલ ચર્ચામાં આવી ગયો છે. જેને મુંબઈના લોખંડવાલા બેકરોડ પર દરરોજ પોતાની ઓડી કાર પર ચાની દુકાન લગાવતો જોઈ શકાય છે. જાણકારી અનુસાર, આ સ્ટોલની શરૂઆત અમિત કશ્યપ અને મન્નૂ શર્માએ કરી છે. જે ઓન ડ્રાઇવ ટી નામથી પોતાની દુકાન ચલાવી રહ્યા છે.
હાલ, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજ, ઓન ડ્રાઇવ ટીનું પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે. જ્યાં અમિત કશ્યપ અને મન્નૂ શર્માને પોતાના ગ્રાહકોની વચ્ચે પોતાની રોજની અપડેટ શેર કરતા જોઈ શકાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોને સોશિયલ મીડિયા પર 8 હજાર કરતા વધુ લાઇક્સ મળી ચુકી છે અને એક લાખ 50 હજાર કરતા પણ વધુ વાર આ વીડિયોને જોવામાં આવી ચુક્યો છે. વીડિયોને જોઈ યુઝર્સ સતત પોતાના રિએક્શન કમેન્ટ કરતા દેખાઈ રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, ચા વેચીને ઓડી લીધી છે કે પછી ઓડી લીધી એટલા માટે ચા વેચવી પડી રહી છે. બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યું, જ્યારે તમે પોતાના ધનવાન પિતાના પૈસાથી ઓડી ખરીદી લીધી પરંતુ, પછી તમારા પિતા તમને EMI અને પેટ્રોલના પૈસા ના આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp