મુંબઇ: CEOનું બંદુકની અણીએ અપહરણ, શિંદે કેમ્પના MLAના પુત્ર સામે ગુનો, Video

PC: opindia.com

એકનાથ શિંદેની શિવસેના જૂથના ધારાસભ્યના પુત્રએ ભરબપોરે એક મ્યૂઝીક કંપનીના CEOનું બંદુકની અણીએ અપહરણ કરી લીધું હતું. હવે આ કેસમાં ધારાસભ્યના પુત્ર સહિત અનેક સામે ફરિયાદ નોંધાઇ છે.

મુંબઇમાં બંદુકની અણીએ ભરબપોરે એક મ્યૂઝીક કંપનીના CEOના અપહરણના કેસમાં મહારાષ્ટ્રની શિંદે શિવસેનાના ધારાસભ્યના પુત્ર સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય પ્રકાશ સુર્વેના પુત્ર રાજ સુર્વે સામે અપહરણ અને મારપીટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છે. FIRમાં, પોલીસે શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વેના પુત્ર રાજ સુર્વે અને અન્ય 10-15 લોકોને બંદૂકની અણી પર પ્રાઈવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના CEOનું અપહરણ કરવાના કેસમાં આરોપી તરીકે નામ આપ્યા છે. હજુ સુધી મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કોઇ નિવેદન સામે આવ્યું નથી.

ગ્લોબલ મ્યુઝિક જંકશનના CEO રાજકુમાર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR અનુસાર, લગભગ 15 લોકોનું એક જૂથ ગોરેગાંવમાં તેમની ઓફિસમાં ઘૂસી ગયું અને બંદૂકની અણી પર તેમને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા. સિંહને કથિત રીતે મુંબઈના દહિસર ઈસ્ટ વિસ્તારમાં યુનિવર્સલ સ્કૂલ પાસે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથના ધારાસભ્ય પ્રકાશ સુર્વેના કાર્યાલય આવેલું છે.

પોતાની ફરિયાદમાં રાજકુમાર સિંહે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યના કાર્યાલય પાસે એક પરિસરમાં કાનૂની દસ્તાવેજો પર સહી કરાવવા માટે તેમને મજબુર કરવામાં આવ્યા હતા. ધારાસભ્યના પુત્ર રાજ સુર્વે અને અન્ય ડઝનથી વધુ લોકો વિરુદ્ધ વનરાઈ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

રાજકુમાર સિંહની કંપની ડિજિટલ અને OTT અધિકારોના બદલામાં મ્યુઝિક કંપનીઓને લોન આપવાના બિઝનેસમાં છે. સિંહે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મનોજ મિશ્રાની મ્યુઝિક કંપની આદિશક્તિ પ્રાઈવેટ લિમિટેડ સાથે તેમનો એક વર્ષનો કરાર કર્યો હતો. જો કે તે પછી મનોજ મિશ્રા કરારથી ફરી ગયો હતો અને લોનની ચૂકવણીનો ઇન્કાર કરી દીધો હતો.

રાજકુમાર સિંહે FIRમાં આરોપ લગાવ્યો છે કે મનોજ મિશ્રાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મારપીટ પણ કરી હતી. સાથે કોન્ટ્રાક્ટ રદ કરવા માટે જબરદસ્તીથી સહી કરાવી લેવામાં આવી હતી. રાજકુમાર સિંહે ફરિયાદમાં કહ્યું છે કે, પ્રકાશ સુર્વેના પુત્ર રાજ સુર્વેએ તેમને મિશ્રા સાથે મામલો પતાવવા કહ્યું, જેનું નામ પણ FIRમાં છે. CCTV ફૂટેજમાં 10-15 લોકો જબરદસ્તી ઓફિસમાં ઘૂસતા, સ્ટાફ પર હુમલો કરતા અને એક વ્યક્તિને બળજબરીથી લઈ જતા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp