7 બાળકો લઇ સ્કૂટી પર ફરતો દેખાયો વ્યક્તિ, વીડિયો વાયરલ થતા પોલીસે કરી ધરપકડ

PC: news18.com

એક સ્કૂટી પર 7 બાળકોને લઈને જઈ રહેલા વ્યક્તિને મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેણે પોતે પણ હેલમેટ પહેર્યો નહોતો અને ન તો બાળકોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા હતી. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો મુંબઈ પોલીસ હરકતમાં આવી અને તેણે 7 બાળકો સાથે સ્કૂટી ચલાવનાર વ્યક્તિ પર બદઇરાદે હત્યાનો કેસ નોંધી લીધો છે. વાયરલ વીડિયોને લઈને પોલીસે સ્કૂટર ચલાવનારની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસથી જાણકારી મળી છે કે, ઘટના તાડદેવ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં થઈ છે.

હેલમેટ ન પહેરનાર સ્કૂટી સવારની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 308 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી તેની ઓળખ બહાર પાડવામાં આવી નથી. મુંબઈ પોલીસે તેની જાણકારી ટ્વીટના માધ્યમથી આપી છે. મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્વીટમાં કહ્યું કે, ‘આ સવારીનું અમે સમર્થન કરતા નથી. સ્કૂટર ચલાવનારે પાછળની સવારીઓ અને અન્ય લોકોના જીવ જોખમમાં નાખી દીધા હતો. મુંબઈ ટ્રાફિક પોલીસે આરોપી સવાર વિરુદ્ધ બદઇરાદે હત્યાના પ્રયાસ માટે IPCની કલમ 308 હેઠળ એક ગંભીર ગુનો દાખલ કર્યો છે.

હકીકતમાં એક વ્યક્તિએ પોતાના સ્કૂટરની સીટ પર 7 સગીર બાળકોને બેસાડ્યા હતા અને પોતે ડ્રાઈવ કરી રહ્યો હતો. ઘટના સેન્ટ્રલ મુંબઈની છે. આ દરમિયાન સોહેલ કુરેશી નામના વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર નાખી દીધો. ત્યારબાદ પોલીસે આ ઘટનાને ધ્યાનમાં લીધી અને સ્કૂટર ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી. 20 જૂનના રોજ સોહેલ કુરેશી નામના ટ્વીટર યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું કે, બેદરકાર પાગલ એક સ્કૂટર પર 7 બાળકો સાથે સવારી કરી રહ્યો છે. 7 નાના બાળકોના જીવ જોખમમાં નાખવા માટે તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. અહી સુધી કે આ બાળકોના માતા-પિતા પર પણ કેસ ચલાવવો જોઈએ.

ટ્વીટર યુઝરે મુંબઈ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પણ ટેગ કર્યા. આ મામલે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિવેક શેન્ડેનું કહેવું છે કે, ટ્વીટ વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે તાડદેવ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 308 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ આરોપી વિરુદ્ધ નોંધી લીધો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તા પર સ્કૂટર ચલાવી રહ્યો છે. તેણે પોતાની સાથે લગભગ 7 બાળકો બેસાડ્યા છે. સ્કૂટર પાછળ એક બાળક પણ ઊભું છે. બાળકો સાથે બેગ અને બાકી સામાન પણ છે. વ્યક્તિ નીડર થઈને સ્કૂટર રોડ પર ચલાવી રહ્યો છે. આસપાસ ગાડીઓ આવી-જઈ રહી છે. સ્કૂટર પર બેઠા બધા બાળક છે. આ વીડિયોને જોઈને બધા હેરાની વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં પોલીસે સ્કૂટર ચલાવનારની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp