એમ્બ્યુલન્સની રાહ જોયા વિના પોલીસ કોન્સ્ટેબલે ઈજાગ્રસ્ત વૃદ્ધાની આ રીતે કરી મદદ

PC: twimg.com

મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલ એક અકસ્માતમાં ઘાયલ વૃદ્ધ મહિલાની મદદ કરી ઓનલાઇન પ્રશંસાના પાત્ર બન્યા છે. લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. મુંબઈ પોલીસે ટ્વીટર પર કોન્સ્ટેબલ સંદીપ વાકચોરેની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેઓ વૃદ્ધ મહિલાને હોસ્પિટલ લઇ જઇ રહ્યા છે.

62 વર્ષીય મહિલા પોતાના પતિને મળવા જઇ રહ્યા હતા, જ્યારે રસ્તો ક્રોસ કરતા સમયે એક ટુવ્હીલર વાહને તેમને ટક્કર મારી દીધી. આ જોઇ કોન્સ્ટેબલ તરત તેમની મદદ માટે આવ્યા અને એમ્બ્યુલેંસની રાહ જોયા વિના તેમને ખોળામાં લઇ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા.

મુંબઈ પોલીસે પોસ્ટ કરી કે, હંમેશા ડ્યુટી પર. 16 ઓગસ્ટના રોજ પોતાના પતિને મળવા જઇ રહેલા 62 વર્ષીય મહિલાને રસ્તો ક્રોસ કરતા સમયે એક ટુવ્હીલર વાહને ટક્કર મારી દીધી. ઓનડ્યૂટી પીસી સંદીપ વાકચોરે તરત તેમની મદદે પહોંચ્યા અને એમ્બ્યુલેંસની રાહ જોયા વિના તેમને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. જેને કારણે તેમનો જીવ બચી ગયો.

આ પોસ્ટ પર એક યૂઝરે કમેન્ટ કરી કે, પીપી સંદીપ વાકચોરેને મારો સલામ છે. ખૂબ જ સરસ કામ કર્યું. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ગૂડ જોબ મુંબઈ પોલીસ. ત્રીજા વ્યક્તિએ પ્રશંસા કરતા કહ્યું કે, મહાન માનવીય પહેલ. મને આશા છે કે કમિશ્નર કોન્સ્ટેબલ વાકચોરેની આ પહેલની માન્યતા આપે. જેમના લીધે એક જીવન બચ્યુ છે.

આ પ્રકારનો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો

ઉત્તર પ્રદેશના બરેલીમાં 11 ઓગસ્ટના રોજ એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત કાવડિયાઓને જવાને ખોળામાં લઇ હોસ્પિટલ પહોંચાડ્યા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો. શુક્રવારે પીલીભીતના જાહનાબાદ વિસ્તારના રામપુરા ગામથી કાવડિયાઓનું એક ગ્રુપ કછલા પાણી ભરવા જઇ રહ્યા હતા. ફિનિક્સ મોલની પાસે રોડ અકસ્માતમાં આ ગૃપમાં સામેલ સૂરજ નામના વ્યક્તિને ઈજા પહોંચી. ત્યાં જામ લાગી ગયો. સૂચના મળવા પર સુમિત કુમાર નામના કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચ્યા. સુમિતે રાહ જોયા વિના સૂરજને ખોળામાં લઇ હોસ્પિટલ પહોંચાડ્યો. પગપાળા જઇ સૂરજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp